Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 5 બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો:સિટી એ ડીવીઝન અને નેત્રમ કમાન્ડે જિલ્લા પંચાયત પાસેથી 2 આરોપીને ઝડપ્યા

    1 सप्ताह पहले

    સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન સર્વેલન્સ ટીમ અને નેત્રમ કમાન્ડ દ્વારા મોટરસાયકલ ચોરીના પાંચ અનડિટેક્ટેડ ગુનાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે પાંચ ચોરાયેલા બાઇક સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે ચોરીના મોટરસાયકલ સાથે બે ઇસમો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પાસેથી પસાર થવાના હતા. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા બે ઇસમોને અટકાવી સઘન પૂછપરછ કરતાં, બંનેએ મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેમણે કુલ પાંચ બાઇકની ચોરી કરી હતી. જેમાં બે બાઇક એ ડિવિઝન વિસ્તારમાંથી, બે બાઇક બી ડિવિઝન વિસ્તારમાંથી અને એક બાઇક જોરાવરનગર વિસ્તારમાંથી ચોરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી પાંચ ચોરાયેલા મોટરસાયકલ કબજે કર્યા છે. આ તમામ મોટરસાયકલની કુલ કિંમત આશરે રૂપિયા ત્રણ લાખ રૂપિયા આંકવામાં આવી છે.ઝડપાયેલા આરોપીઓમાં બિપીનભાઈ પરમાર અને બલભદ્રસિંહ ઉર્ફે બળદેવસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    દેશવ્યાપી એલપીજી કટોકટી વચ્ચે ઇતિહાસ રચ્યો:રાજકોટ રેલવે ડિવિઝને મે 2026માં સૌથી વધુ 2,081 એલપીજી વેગનનું રેકોર્ડબ્રેક લોડિંગ કર્યું, ઉર્જા સપ્લાય ચેઇનને ટેકો પૂરો પાડ્યો
    Next Article
    સરકારી સેવા માટે અલગ અલગ ફોર્મેટના એફિડેવિટની ઝંઝટમાંથી મુક્તિ:તમામ સેવા માટે 'યુનિવર્સલ ફોર્મેટ' જાહેર, જુઓ નમૂનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment