Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રીજા ધોરણના વિદ્યાર્થીએ KGની બાળકીને માર માર્યો:ક્લાસરૂમમાં જ માથામાં ઈંટ મારી, વાળ પકડીને પછાડી; બાળકી બેભાન થઈ છતાં અટક્યો નહીં, માસૂમની હાલત ગંભીર

    11 hours ago

    હરિયાણાના પંચકુલાની સ્કૂલમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. પંચકુલા શહેરની એક સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ કેજીમાં ભણતી બાળકી પર ઈંટથી હુમલો કર્યો. વિદ્યાર્થીએ બાળકીના વાળ ખેંચીને જમીન પર પછાડી દીધી અને તયારબાદ પણ ઘણી વાર સુધી તેના ચહેરા પર લાતો મારતો રહ્યો. બાળકી રડતી અને ચીસો પાડતી રહી, પરંતુ તે અટકવાનું નામ જ લેતો નહોતો. હુમલામાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈને બેભાન થઈ ગઈ. આરોપ છે કે ત્યારબાદ પણ વિદ્યાર્થીએ તેને તેને ઘણી વાર સુધી ઘસડતો રહ્યો. બાળકી પર ઈંટ લઈને તુટી પડ્યો પંચકુલાની સ્કૂલમાં ત્રીજા ધોરણના બાળકે કેજીમાં ભણતી નાનકડી બાળકી પર નિર્દયતાથી હુમલો કર્યો. ત્રીજા ધોરણના વિદ્યાર્થીએ કેજીની બાળકી પર ઈંટથી અને કુંડાથી એટલી બેરહેમીથી ઘા માર્યા કે બાળકી બેભાન થઈ ગઈ. આશ્ચર્યની વાત એ છે કે બાળકીના માથેથી આટલું લોહી વહી રહ્યું હતું તો પણ આરોપી વિદ્યાર્થી અટકવાનું નામ જ લેતો નહોતો. બાળકી બેભાન થયા બાદ પણ તે તેને નિર્દયતાથી મારતો રહ્યો અને ઘણા સમય સુધી ઘસડતો રહ્યો. તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે ગંભીર સ્થિતિમાં તેને પીજીઆઈ ચંડીગઢ રિફર કરવી પડી. સ્કૂલમાં જ બાળકી સાથે મારપીટ, કોઈએ તેને રોક્યો પણ નહીં આ ઘટના ચોંકાવનારી છે. સવાલ એ પણ છે કે આખરે આટલા નાના બાળકના આવા વર્તન પાછળનું કારણ શું હતું. તે પોતાનાથી નાની બાળકીને મારતો રહ્યો અને કોઈએ તેને રોક્યો પણ નહીં. કાળજું કેપાવી દે તેવી આ ઘટના પંચકુલાના સેક્ટર-20 સ્થિત સંસ્કૃતિ મોડલ સ્કૂલની છે. સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ કેજીમાં ભણતી બાળકી પર નિર્દયતાથી હુમલો કરીને તેને ગંભીર રીતે ઘાયલ કરી દીધી. ઘટનાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે આરોપી બાળકે પહેલા બાળકી પર ઈંટથી હુમલો કર્યો અને ત્યારબાદ કુંડું ઉઠાવીને ઘા મારીને તેને ઇજાઓ પહોંચાડી. ઘાયલ બાળકીને પહેલા સેક્ટર-6 સ્થિત નાગરિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી. અહીં પ્રાથમિક સારવાર બાદ ડૉક્ટરોએ તેની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને PGI ચંદીગઢ રિફર કરી. હાલમાં બાળકીની PGIમાં સારવાર ચાલી રહી છે. લોહીલુહાણ હાલતમાં મળી બાળકી ઘટના સમયે જ્યારે લોકોએ બાળકીને લોહીલુહાણ હાલતમાં જોઈ ત્યારે સ્કૂલમાં અફરાતફરી મચી ગઈ. પ્રાથમિક માહિતી મુજબ, આરોપી વિદ્યાર્થીએ પહેલા બાળકી પર ઈંટથી હુમલો કર્યો. ત્યારબાદ નજીકમાં રહેલું ભારે કુંડું ઉઠાવી તેના માથા અને શરીર પર વાર કર્યા. બાળકી જમીન પર પડીને બેભાન થઈ ગઈ હતી. જણાવવામાં આવ્યું કે વિદ્યાર્થી એટલો ગુસ્સામાં હતો કે તેણે બાળકીના માથા અને ચહેરા પર ઈંટથી 12 ઘા મારીને હુમલો કર્યો. તેણે બાળકીના વાળ પકડીને તેને બેન્ચ પર પછાડીને માર માર્યો. ત્યારબાદ પણ તેણે તેના વાળ ખેંચતાં તેને જમીન પર પછાડી દીધી. તે ઘણી વાર સુધી તેના ચહેરા પર લાતો મારતો રહ્યો. પોલીસે સ્કૂલમાં તપાસ કરી ઘટનાની જાણ થતાં સેક્ટર-20 પોલીસ સ્ટેશનના પ્રભારી યશદીપ અને તપાસ અધિકારી પ્રદીપ કુમાર પોલીસ ટીમ સાથે સ્કૂલે પહોંચ્યા. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને શાળા સંચાલન પાસેથી CCTV ફૂટેજ તેમજ સુરક્ષા વ્યવસ્થા સંબંધિત માહિતી માંગી છે. હુમલો કરનાર બાળકના માતા-પિતાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે ઘટનાની જાણ થતાં જ સેક્ટર-20 પોલીસ સ્ટેશનના પ્રભારી યશદીપ અને તપાસ અધિકારી પ્રદીપ કુમાર પોલીસ ટીમ સાથે તરત જ સ્કૂલે પહોંચ્યા અને હુમલાનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો. પોલીસ શાળા વ્યવસ્થાપન પાસેથી ઘટનાના સંદર્ભમાં માહિતી મેળવી રહી છે. બીજી તરફ, હુમલો કરનાર બાળકના માતા-પિતાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી એ જાણી શકાય કે આખરે કઈ પરિસ્થિતિમાં આટલી નાની ઉંમરના બાળકે આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો. સ્કૂલની અંદર બનેલી આ ઘટનાએ બાળકોની સુરક્ષા અને શાળા પ્રશાસનની દેખરેખ વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઊભા કરી દીધા છે. મામલાની તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    બેંગલુરુની 5-સ્ટાર હોટેલના પૂલમાં કરંટ લાગતાં 2 વિદેશી નાગરિકોનાં મોત:એક એરલાઇન ક્રૂ મેમ્બર, બીજો ટેક કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર હતો; અમેરિકન નાગરિક પણ ઘાયલ
    Next Article
    નારણપુરાના સહજાનંદ ચોક પાસે યુવક AMTS નીચે કચડ્યો:બસની પાછળના ભાગે અથડાયા બાદ માથેથી ટાયર ફરી વળ્યું, રોડ પર લોહીનો રેલો ચાલ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment