Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસીરનગરમાં ડિમોલિશન બાદ મનપા કચેરીએ હોબાળો:બિલ્ડરોના હિતમાં ગરીબોને બેઘર કરાયાના આક્ષેપ સાથે કોંગ્રેસ અને પીડિતોના ધરણા, વૈકલ્પિક આવાસની ઉગ્ર માગ

    1 week ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા બે દિવસ પહેલાં શહેરના નાસીરનગર વિસ્તારમાં મોટા પાયે હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની કામગીરીએ હવે રાજકીય અને સામાજિક સ્વરૂપ ધારણ કરી લીધું છે.તંત્રના બુલડોઝરે અનેક પરિવારોના આશરા છીનવી લેતાં સ્થાનિક લોકો રસ્તા પર આવી ગયા છે.આ કાર્યવાહીના વિરોધમાં અને ન્યાયની માગ સાથે આજે નાસીરનગરના અસરગ્રસ્ત રહીશો અને કોંગ્રેસના પદાધિકારીઓએ મહાનગરપાલિકા સામે ધરણા શરૂ કરી દીધા છે. મળતી માહિતી મુજબ,બે દિવસ પહેલાં મનપાના સેન્ટ્રલ ઝોનના કાફલાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નાસીરનગરમાં કાચા-પાકા મકાનો અને દબાણો પર ડિમોલિશન કર્યું હતું.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તેમને પોતાનો સામાન સરખો કરવાનો પણ પૂરતો સમય આપવામાં આવ્યો નહોતો.ભરઉનાળે અચાનક થયેલી આ કાર્યવાહીને કારણે મહિલાઓ,બાળકો અને વૃદ્ધો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે. અસરગ્રસ્તોની સાથે કોંગ્રેસના મનપાની કચેરીએ ધરણા લોકોના આક્રોશને જોતાં સ્થાનિક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પણ રહીશોની વહારે આવ્યા છે.આજે સવારથી જ નાસીરનગરના સેંકડો પીડિતો કોંગ્રેસના નેતૃત્વમાં મહાનગરપાલિકાની કચેરી નજીક ધરણા પર બેસી ગયા હતા અને માંગ કરી રહ્યા છે કે તેમને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર તેમના મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે તેથી તે લોકો હવે ઘરવિહોણા બની ગયા છે અને તેથી હવે તેમને રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. નોટિસ વિના ઘર તોડ્યાનો કોંગ્રેસ શહેર પ્રમુખનો આક્ષેપ સુરત કૉંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે, બે દિવસમાં જે રીતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ SOGના અધિકારીઓ ગેરકાયદે કોઈપણ જાતની નોટિસ, કોઈપણ જાતની વાત સાંભળ્યા વગર સીધા બુલડોઝર લઈ અને અહીંના રહેવાસીઓને તાત્કાલિક ઘર વિહોણા કરી દીધા.એ બાબત તમામ લોકો કોંગ્રેસ ઓફિસ આવ્યા હતા અને એ લઈને અમે આજે એમની પાસે ગયા ત્યારે જોયું તેઓએ કોઈપણ જાતની પ્રક્રિયા કરી નથી.અસલમભાઈ અને અમારા જે કોર્પોરેટર છે અને અમારે જે રીતે કોર્પોરેશનની અંદર ઠરાવ છે, એમણે જાણકારી હતી. એ વાત કરી કે ઠરાવ મુજબ જે પણ ખાડી, નદી, રોડ, રસ્તા કિનારે રહેતા સ્લમ વિસ્તારના લોકોને HIVN કરવાનું આવે અને એ HIVN થઈ ગયેલી પ્રક્રિયા હોવા છતાં તેમને ઘર આપવાના નથી અને એમના ઘર વિહોણા કરી દીધા છે. 'વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા કરવામાં આવે' વધુમાં વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે, આજે જ્યારે મોન્સૂન પ્રક્રિયા ચાલશે, તો મોન્સૂન કામગીરીની અંદર આ રીતની ડિમોલિશન કામગીરી નહીં થવી જોઈએ, તેમ છતાં પણ બિલ્ડરના હિતમાં આ લોકો બિલ્ડર સાથે મળી આ જગ્યાની સોપારી ફોડી રહ્યા છે. ગરીબ અને મધ્યમવર્ગ જે રોજીરોટી કરી રહ્યા છે. જેઓની ઘર, સ્કૂલ, રોજીરોટી ત્યાં જ છે, તેઓને ઘર વિહોણા કરી દીધા છે અને આ બાબતે શહેર કોંગ્રેસ અને અહીંના વિસ્તારના રહેવાસીઓ અમને ન્યાય લેવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે અમારી માંગણી એવી છે કે શહેરના વિકાસની અંદર શહેરનો કોઈપણ માણસ ના નથી પાડતો, કોઈપણ વ્યક્તિ કે શહેર કોંગ્રેસ ના નથી પાડતી પણ એના જે 50-50 અને 60-60 વર્ષ જુના રહેવાસીઓ હોય, તેઓને વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા કરવામાં આવે, જે સરકારનો નિયમ છે, સરકારનો મ્યુનિસિપાલિટીનો કાયદો છે, ઠરાવ છે એ પ્રમાણે કામ થાય એવી અમે માંગણી લઈને આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પાંચ દિવસ વરસાદની આગાહી:વસતી ગણતરીમાં ખોટી માહિતી આપશો તો કાર્યવાહી થશે, વેરાવળમાં નશાની હાલતમાં યુવક ત્રીજા માળેથી પટકાયો
    Next Article
    સુરેન્દ્રનગરમાં જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં સંગઠન બેઠક:નમો કમલમ્ કાર્યાલયે હોદ્દેદારો અને ઇન્ચાર્જ સાથે આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment