Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મચ્છુ કેનાલમાં સફાઈ વગર પાણી છોડાયું:છેવાડાના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તંગી

    2 weeks ago

    મોરબીના મચ્છુ-2 ડેમમાંથી નીકળતી મચ્છુ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. જોકે, કેનાલની યોગ્ય રીતે સફાઈ કરવામાં ન આવતા છેવાડાના ખેડૂતોને પાણી મળવામાં મુશ્કેલી પડી રહી છે. દર વર્ષે ઉનાળામાં ખેડૂતો આગોતરું વાવેતર કરી શકે તે માટે આ પાણી છોડાય છે. મોરબી જિલ્લાના ખેડૂતો ચોમાસા પહેલા કપાસ સહિતના પાકોના આગોતરા વાવેતર માટે તૈયારીઓ કરી ચૂક્યા છે. ખેડૂતોએ ખેતરો ખેડીને વાવણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. જોકે, કેનાલમાં પાણી છોડાયા છતાં તે ખેતરો સુધી ક્યારે પહોંચશે તે અનિશ્ચિત છે. ખેડૂત પ્રાણજીવનભાઈ કણસાગરાએ જણાવ્યું હતું કે, જો ચોમાસા પહેલા કેનાલમાંથી સિંચાઈનું પાણી ન મળે તો ખેડૂતોની આ સિઝન નિષ્ફળ જવાની શક્યતા છે. બગથળાના ખેડૂત દીપકભાઈ ભિલાએ જણાવ્યું કે, મચ્છુ-2 કેનાલની સફાઈ પાણી છોડતા પહેલા કરવામાં આવી ન હતી. કેનાલમાં ઠેર ઠેર કચરાના ઢગલા, આડશો, ઘાસ અને બાવળિયા ઉગી નીકળ્યા હોવાથી પાણી રોકાઈ જાય છે. આ કારણે પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચી શકતું નથી. હાલમાં પાણી મોરબીના નાનીવાવડી ગામ સુધી પહોંચ્યું છે. જોકે, ત્યારબાદ બગથળા, બીલીયા, બરવાળા થઈને માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સુધી આ પાણી ક્યારે પહોંચશે તે એક મોટો પ્રશ્ન છે. એક તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ખેડૂતો આગોતરા વાવેતર માટે સિંચાઈના પાણીની રાહ જોઈ રહ્યા છે. મચ્છુ સિંચાઈ યોજનાના મદદનીસ ઇજનેર આર.જે. પરમાર પાસેથી મળતી માહિતી મુજબ, મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલા મચ્છુ-2 ડેમમાંથી મચ્છુ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી મોરબી તાલુકાના 17 અને માળિયા તાલુકાના 2 ગામો સહિત કુલ 19 ગામના ખેડૂતોને સિંચાઈ માટે પૂરું પાડવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં કરિયાણાની દુકાનમાં આગ લાગી:જહુરપુરા શાક માર્કેટમાં બાજુની દુકાનમાં પ્રસરી, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો
    Next Article
    બોટાદની જ્ઞાનમંજરી સ્કૂલનો નિર્ણય:સૈનિકોના બાળકોને KG થી ધોરણ 12 સાયન્સ સુધી શાળામાં મફત શિક્ષણ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment