Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદની જ્ઞાનમંજરી સ્કૂલનો નિર્ણય:સૈનિકોના બાળકોને KG થી ધોરણ 12 સાયન્સ સુધી શાળામાં મફત શિક્ષણ મળશે

    2 सप्ताह पहले

    બોટાદની JNB બગડિયા જ્ઞાનમંજરી સ્કૂલે દેશના સૈનિકોના સન્માનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શાળાએ બોટાદ જિલ્લાના માજી સૈનિકો, ઓન-ડ્યુટી સૈનિકો અને પેરામિલિટરી ફોર્સના જવાનોના સંતાનોને બાલમંદિર (KG) થી ધોરણ 12 સાયન્સ સુધીનું શિક્ષણ 100% મફત આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત શાળાના ટ્રસ્ટી હિતેશભાઈ લીંબડીયા અને આચાર્ય રાહુલભાઈ મહેતા દ્વારા કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, વિદ્યાર્થીઓને માત્ર બસ ભાડું ચૂકવવું પડશે, જ્યારે શિક્ષણ ફી સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. વધુમાં, શાળાએ મેધાવી વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન યોજના પણ જાહેર કરી છે. જો કોઈ સૈનિકનું બાળક ધોરણ 10 કે 12 સાયન્સમાં શાળામાં પ્રથમ નંબર લાવશે, તો તેને રૂ. 30,000 ની સ્કોલરશીપ આપવામાં આવશે. આ ઉપરાંત, ધોરણ 10 માં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી માટે શિક્ષણ ફી સાથે વાહન (બસ) ફી પણ માફ કરવામાં આવશે. આ નિર્ણયને આવકારીને બોટાદ જિલ્લા માજી સૈનિક સંગઠનના પ્રમુખ રતનસિંહ મકવાણાની આગેવાનીમાં માજી સૈનિકોએ ગણવેશ અને મેડલ સાથે ઉપસ્થિત રહી શાળા મેનેજમેન્ટનું સ્મૃતિચિહ્ન (ટ્રોફી) આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી હિતેશભાઈ લીંબડીયાએ જણાવ્યું હતું કે, "દેશનો સૈનિક જ્યારે સરહદ પર અડીખમ ઊભો હોય છે ત્યારે જ આપણે અહીં સુરક્ષિત રહી શકીએ છીએ. સૈનિકો પ્રત્યે આદર વ્યક્ત કરવો એ આપણી સામાજિક અને રાષ્ટ્રીય ફરજ છે." બોટાદ જિલ્લા માજી સૈનિક સંગઠનના પ્રમુખ રતનસિંહ મકવાણાએ આ પગલાંને બિરદાવતા કહ્યું કે, "આ નિર્ણયથી સૈનિક પરિવારોના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવામાં ખૂબ મોટી મદદ મળશે."
    Click here to Read More
    Previous Article
    મચ્છુ કેનાલમાં સફાઈ વગર પાણી છોડાયું:છેવાડાના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તંગી
    Next Article
    Morbi Theft News | નાના દહિસરા ગામમાં મહાકાળી માતાજીના મંદિરમાં છત્તરની ચોરી | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment