Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારપુરમાં કાયમી તલાટી નિમણૂક માંગણી:જન્મ-મરણના પ્રમાણપત્રો સહિતની કામગીરીથી સર્વર પર સમસ્યા, અરજદારોની હાલાકી દૂર કરવા રજૂઆત

    1 सप्ताह पहले

    પાટણ તાલુકા પંચાયતના સદસ્ય રબારી નાગજી માલજીભાઈએ જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં ધારપુર ખાતે સ્વતંત્ર સેજો બનાવી એક કાયમી તલાટીની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે. ધારપુર ગામની વસ્તી આશરે 5000થી વધુ હોવાથી તલાટી પર કામગીરીનું ભારણ વધુ રહે છે. આ ઉપરાંત, ધારપુર ખાતે આવેલી જી.એમ.ઈ.આર. મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના જન્મ-મરણના પ્રમાણપત્રો કાઢી આપવાની કામગીરી પણ ગ્રામ પંચાયત હસ્તક છે. આ પ્રમાણપત્રો મેળવવા માટે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી લોકો આવે છે. જન્મ-મરણના પ્રમાણપત્રો સહિતની તમામ કામગીરી ઓનલાઇન કરવાની હોવાથી સર્વર પર મોટું ભારણ રહે છે. હાલમાં ફરજ પરના તલાટી પાસે આંબલીયાસણ અને માંડોત્રીનો વધારાનો હવાલો હોવાથી તેઓ ધારપુરમાં માત્ર બુધવાર અને શુક્રવારના દિવસે જ કામગીરી માટે ઉપલબ્ધ હોય છે. આ બે દિવસ દરમિયાન કામનું ભારણ અત્યંત વધી જતું હોવાથી અરજદારોને સાંજના 7 વાગ્યા સુધી લાઇનોમાં ઊભા રહેવું પડે છે. જેના કારણે લોકોને ભારે હાડમારી ભોગવવી પડે છે. આ મુશ્કેલીના કાયમી નિવારણ માટે તાત્કાલિક ધોરણે સ્વતંત્ર સેજો મંજૂર કરી કાયમી તલાટી મૂકવા માટે પત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઈંગ્લેન્ડની મેજર કબડ્ડી લીગમાં ચરોતરનો યુવાન જોડાયો:ખંભાતના જલુંધના શાહિલ ઠાકોરનો 6 મહિનાનો કરાર, ટીમમાં ઓલરાઉન્ડર જેવી લેફ્ટ કોર્નરની ભૂમિકા, અન્ય ભારતીયોને પણ જોડાવા આહ્વાન
    Next Article
    મોરબીમાં શિવ કથા નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો:શિવ કુમારી વિદ્યાલયના લાભાર્થે મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment