Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોટા આદિવાસી સર્ટિફિકેટ મુદ્દે વલસાડ કોંગ્રેસનો વિરોધ:કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

    12 hours ago

    વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખોટા આદિવાસી પ્રમાણપત્રોના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. કોંગ્રેસે આ મામલે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં ST, SC અને OBC સમુદાયના બંધારણીય અધિકારો પર તરાપ મારવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે. કિશનભાઈ પટેલે તાજેતરમાં યોજાયેલી આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખપદની ચૂંટણીનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, આણંદ જિલ્લા પંચાયતનું પ્રમુખપદ અનુસૂચિત આદિજાતિ (ST) માટે અનામત હતું. ગત 24 મે, 2026ના રોજ યોજાયેલી આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી ગુજરાતમાં જન્મેલા અને સાચા આદિવાસી પ્રમાણપત્ર ધરાવતા હાડગુડ બેઠકના વિજેતા ઉમેદવાર શ્રીમતી ગૌરીબેન શંભુભાઈ તડવીએ દાવેદારી નોંધાવી હતી. તેમની સામે ભાજપ સરકારે સત્તાનો દુરુપયોગ કરીને, અન્ય રાજ્ય (મહારાષ્ટ્ર)માં જન્મેલા અને શંકાસ્પદ આદિવાસી પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારને કાયદા વિરુદ્ધ પ્રમુખ પદ પર બેસાડી દીધા હોવાનો આક્ષેપ કરાયો છે. કોંગ્રેસ નેતાએ ગંભીર આક્ષેપ કર્યો કે, જો રાજકીય હોદ્દાઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખ જેવા સર્વોચ્ચ પદો પર ખોટા પ્રમાણપત્રોના આધારે નિમણૂકો થતી હોય, તો સરકારી નોકરીઓ, ઉચ્ચ શિક્ષણ અને જમીનોના અધિકારોમાં આદિવાસીઓ સાથે મોટો અન્યાય થતો હશે. તેમણે વધુમાં જણાવ્યું કે, વિકાસના નામે આદિવાસીઓના ઘરો પર બુલડોઝર ફેરવી તેમને બેઘર કરાઈ રહ્યા છે. કાયમી ભરતીઓ ન કરીને તેમને રોજગારીથી પણ વંચિત રાખવામાં આવી રહ્યા છે. આ અન્યાય સામે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને આવેદનપત્ર સુપરત કર્યું. કોંગ્રેસ પ્રમુખે સ્પષ્ટ કર્યું કે, આ મુદ્દે માત્ર વલસાડ જ નહીં, પરંતુ આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેદનપત્રો આપીને સરકારને જગાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જો સરકાર આ ગેરબંધારણીય નિર્ણયો પર તાત્કાલિક રોક નહીં લગાવે, તો આગામી દિવસોમાં સમગ્ર આદિવાસી સમાજ એક થઈને રસ્તા પર ઉતરશે અને ઉગ્ર આંદોલન કરશે. કોંગ્રેસે આ લડતને કાનૂની રાહે અને રાજ્યપાલ સુધી લઈ જવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
    Click here to Read More
    Previous Article
    મહાનગરપાલિકાની મહત્વની કમિટીઓ ચેરમેન વિહોણી:ચોમાસા પહેલાં વહીવટી માળખું અધ્ધરતાલ, 10-15 દિવસમાં જાહેરાત શક્ય
    Next Article
    મચ્છરોની ઉત્પત્તિ રોકવા ચોમાસા પહેલા મનપા એક્શનમાં:મચ્છરજન્ય રોગચાળા સામે ઉધના સાઉથ ઝોનમાં જનજાગૃતિ રેલી, સ્વચ્છ પરિસર સ્વસ્થ પરિવારનું સૂત્ર સાર્થક કરવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment