Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મચ્છરોની ઉત્પત્તિ રોકવા ચોમાસા પહેલા મનપા એક્શનમાં:મચ્છરજન્ય રોગચાળા સામે ઉધના સાઉથ ઝોનમાં જનજાગૃતિ રેલી, સ્વચ્છ પરિસર સ્વસ્થ પરિવારનું સૂત્ર સાર્થક કરવા અપીલ

    11 hours ago

    ચોમાસાની નજીક આવી રહ્યું છે,ત્યારે સુરત મહાનગરપાલિકા (મનપા) દ્વારા શહેરમાં આરોગ્યલક્ષી આગોતરા આયોજનના ભાગરૂપે કામગીરી તેજ કરવામાં આવી છે. ચોમાસામાં દર વર્ષે માથું ઊંચકતા મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળાને ફેલાતો અટકાવવા માટે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કમર કસવામાં આવી છે.ઉધના સાઉથ ઝોન દ્વારા એક વિશેષ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક રહીશોને મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો નાબૂદ કરવા અને રોગચાળા સામે જરૂરી સાવચેતી રાખવા માટે જાગૃત કરવાનો હતો. રેલીનો રૂટ અને લોકભાગીદારી આ વિશેષ રેલીનું પ્રસ્થાન પાંડેસરા વિસ્તારના પિયુષ પોઈન્ટ ખાતેથી કરવામાં આવ્યું હતું. રેલી વિવિધ સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પરથી પસાર થઈને દક્ષેશ્વર મહાદેવ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. રેલીના સમગ્ર રૂટ દરમિયાન સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં નાગરિકો આ અભિયાનમાં જોડાયા હતા. રેલીમાં સામેલ આરોગ્ય કર્મચારીઓ અને નાગરિકોના હાથમાં મચ્છરજન્ય બીમારીઓથી બચવાના ઉપાયો દર્શાવતા પ્લેકાર્ડ્સ, બેનરો અને સૂત્રોચ્ચારો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અધિકારીઓ અને 4 વોર્ડના કોર્પોરેટરોની સંયુક્ત આગેવાની આ જનજાગૃતિ અભિયાનને સફળ બનાવવા માટે ઉધના સાઉથ ઝોનના ઉચ્ચ વહીવટી અધિકારીઓ અને આરોગ્ય વિભાગની ટીમોએ ગ્રાઉન્ડ લેવલ પર હાજર રહીને મોરચો સંભાળ્યો હતો. આ ઉપરાંત, સ્થાનિક લોકપ્રતિનિધિઓએ પણ જનતાની વચ્ચે જઈને આ સંદેશ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રેલીમાં વોર્ડ નંબર 23, 24, 28 અને 29ના ચૂંટાયેલા કોર્પોરેટરોએ વિશેષ હાજરી આપી હતી, જેને કારણે સ્થાનિક લોકોમાં મનપાના આ અભિયાન પ્રત્યે ગંભીરતા અને વિશ્વાસ વધેલો જોવા મળ્યો હતો. 'સ્વચ્છ પરિસર સ્વસ્થ પરિવાર'નો સંદેશ મનપા દ્વારા આ રેલીમાં “સ્વચ્છ પરિસર સ્વસ્થ પરિવાર” ના મુખ્ય નારા સાથે પ્રચાર કરવામાં આવ્યો હતો. રેલી દરમિયાન લાઉડસ્પીકર અને પત્રિકાઓ દ્વારા લોકોને સમજાવવામાં આવ્યું હતું કે તંદુરસ્ત પરિવાર માટે માત્ર ઘરની અંદરની જ નહીં, પરંતુ ઘરની આસપાસના પરિસરની સ્વચ્છતા પણ એટલી જ અનિવાર્ય છે. જો આસપાસ ગંદકી કે પાણીનો ભરાવો હશે, તો તેની સીધી અસર પરિવારના સ્વાસ્થ્ય પર પડશે. નાયબ આરોગ્ય અધિકારીની અપીલ ઉધના ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડૉક્ટર કિંજલ પટેલે જણાવ્યું હતું કે, જૂન માસને આપણે મલેરિયા માસ તરીકે ઉજવીએ છીએ.ચોમાસાની શરૂઆત થતાં જ પાણી ભરાવાને કારણે મચ્છરોનું બ્રીડિંગ અને ઉત્પત્તિ વધી શકે છે.આ ચોમાસામાં મલેરિયાના કેસ નહિવત આવે અને ઉધના વિસ્તાર મલેરિયા મુક્ત રહે તે માટે તમામ મ્યુનિસિપલ સદસ્યોના સહયોગથી આ જાગૃતિ રેલી યોજવામાં આવી છે. કિંજલ પટેલે નાગરિકોને ચોમાસા દરમિયાન રોગચાળાથી બચવા સાવચેતી રાખવા ખાસ અપીલ કરી છે.વરસાદ પડે તે પહેલાં ઘર, અગાશી કે છાપરા પર પડેલા એવા તમામ નકામા સામાન કે પાત્રોનો નિકાલ કરવો જેમાં પાણી ભરાઈ શકે તેમ હોય.પાણીના સાધનો હવાચુસ્ત રાખવા: ઘરમાં વપરાતા પાણીના કન્ટેનર અને પાણીની ટાંકીઓને હંમેશા હવાચુસ્ત રીતે બંધ રાખવા.નિયમિત સફાઈ: ફ્રિજની પાછળની ટ્રે, મનીપ્લાન્ટ કે પાણીના કુંડા જેવા સાધનોમાં પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવી અને દરરોજ તેની સફાઈ કરવી.
    Click here to Read More
    Previous Article
    ખોટા આદિવાસી સર્ટિફિકેટ મુદ્દે વલસાડ કોંગ્રેસનો વિરોધ:કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
    Next Article
    ગાંધીનગરના લાંચિયા ક્લાસ-1 અધિકારી પાસેથી 2.64 કરોડ મળ્યા:સ્વિફ્ટમાંથી 5 લાખ અને ઘરેથી 1.76 કરોડ રોકડા મળ્યા, સોલાર પેનલની વીકમાં 100 ફાઇલ ક્લિયર કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment