Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાનગરપાલિકાની મહત્વની કમિટીઓ ચેરમેન વિહોણી:ચોમાસા પહેલાં વહીવટી માળખું અધ્ધરતાલ, 10-15 દિવસમાં જાહેરાત શક્ય

    1 सप्ताह पहले

    જૂન મહિનાની શરૂઆત સાથે જ રાજ્યભરમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીઝ અને ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. બીજી તરફ, નવનિર્મિત મહાનગરપાલિકામાં વહીવટી માળખાને વેગ આપવા માટે વિવિધ કમિટીઓની રચનાની પ્રક્રિયા હજી પણ અધ્ધરતાલ છે. મનપામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકની સત્તાવાર નિમણૂક કરી દેવામાં આવી છે, પરંતુ હજી સુધી અન્ય મહત્વની સમિતિઓને તેમના સુકાની મળ્યા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી 10 થી 15 દિવસમાં પ્રથમ બોર્ડની સામાન્ય સભા બાદ બાકી રહેલી તમામ કમિટીઓના ચેરમેનની નિમણૂક કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના સુવ્યવસ્થિત વિકાસ માટે નવી કમિટીઓની રચના તો કરવામાં આવી છે, પરંતુ તેના ચેરમેનની નિમણૂક ન થવાને કારણે વહીવટી નિર્ણયો અટકી પડ્યા છે. જો નાગરિકોને પાણી, રોડ-રસ્તા કે ગટર સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેઓ સીધા જે તે કમિટી સમક્ષ રજૂઆત કરી ઉકેલ લાવી શકતા હોય છે. પરંતુ હાલમાં કમિટીઓ કાર્યરત ન હોવાથી જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. રાજકીય સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા કઈ કમિટીમાં કોને ચેરમેન પદ સોંપવું તેની અંતિમ યાદી (મેન્ડેટ) તૈયાર કરી દેવામાં આવી છે. જોકે, આ નામો પર આખરી મહોર વાગી ગઈ હોવા છતાં તેની સત્તાવાર જાહેરાત આગામી બોર્ડ મીટિંગમાં જ કરવામાં આવશે. આ દરમિયાન, બાકી રહેલા વિવિધ પદો મેળવવા માટે ભાજપ પક્ષમાંથી જીતેલા નગરસેવકો દ્વારા પક્ષના સિનિયર નેતાઓ સમક્ષ જોરદાર લોબિંગ અને દોડધામ શરૂ કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકાના રોજીંદા અને મહત્વના વહીવટ સાથે જોડાયેલી કેટલીક મુખ્ય કમિટીઓમાં હજુ ચેરમેનના નામો જાહેર કરાયા નથી, જેની જાહેરાતની રાહ જોવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    સિનિયર સિટીઝન સભ્યો દ્વારા છાસ વિતરણ:અમદાવાદના સાયન્સ સિટી રોડ પર ગરમીમાં રાહત માટે કરાયું આયોજન
    Next Article
    ખોટા આદિવાસી સર્ટિફિકેટ મુદ્દે વલસાડ કોંગ્રેસનો વિરોધ:કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment