Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રાંગધ્રાના વર્ષિતકુમારને રાષ્ટ્રીય 'અમિત ઉદ્યાન રત્ન એવોર્ડ' મળ્યો:કૃષિમાં નવી ટેક્નોલોજીના ઉપયોગ બદલ હરિયાણાના કૃષિ મંત્રીએ સન્માનિત કર્યા

    12 घंटे पहले

    સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના વર્ષિતકુમાર રજનીકાંત પીપરોતરને રાષ્ટ્રીય સ્તરનો 'અમિત ઉદ્યાન રત્ન એવોર્ડ - 2026' એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માન હરિયાણાના કરનાલ ખાતે યોજાયેલી એક રાષ્ટ્રીય પરિષદમાં આપવામાં આવ્યું હતું. આ એવોર્ડ મહારાણા પ્રતાપ બાગાયતી યુનિવર્સિટી અને નવી દિલ્હીના લેફ્ટનન્ટ અમિત સિંહ મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે આયોજિત 18મી સ્વદેશ પ્રેમ જાગૃતિ સંગોષ્ઠી - 2025 અંતર્ગત અપાયો હતો. આ પરિષદ 'અમૃતકાળમાં બાગાયતી પાકો માટે ગુણવત્તાયુક્ત બીજ અને વાવેતર સામગ્રીની વ્યૂહાત્મક રૂપરેખા' વિષય પર કેન્દ્રિત હતી. વર્ષિતકુમારને આ પ્રતિષ્ઠિત એવોર્ડ હરિયાણા રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્યામસિંહ રાણાના હસ્તે અર્પણ કરાયો હતો. તેમને ખેતીમાં ઉત્પાદન વધારવા, ખેત પેદાશોને વધુ નફાકારક બનાવવા અને નવીનતમ ટેક્નોલોજી અપનાવી અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડવાના તેમના નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરની આ પરિષદમાં ગુજરાતના ખેડૂતની આ સિદ્ધિ સમગ્ર રાજ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા માટે અત્યંત ગૌરવરૂપ છે.
    Click here to Read More
    Previous Article
    વિરમગામમાં સરકારી જમીન પરથી દબાણો હટાવાયા:3 ધાર્મિક સ્થળ, 7 દુકાન તોડી 4000 સ્ક્વેર ફૂટ જમીન ખુલ્લી કરાઈ, રોડનું કામ શરૂ
    Next Article
    કસ્તુરબા હોસ્પિટલનો 14 મહિનામાં 135+ કાર્ડિયાક સર્જરીનો રેકોર્ડ:સુરત કે મુંબઈને બદલે હૃદયરોગના દર્દીઓની વલસાડમાં સારવાર, 82 વર્ષ પહેલા 1944માં મેટરનિટીની 6 બેડની હોસ્પિટલથી શરૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment