Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિરમગામમાં સરકારી જમીન પરથી દબાણો હટાવાયા:3 ધાર્મિક સ્થળ, 7 દુકાન તોડી 4000 સ્ક્વેર ફૂટ જમીન ખુલ્લી કરાઈ, રોડનું કામ શરૂ

    14 घंटे पहले

    વિરમગામ શહેરના રૈયાપુર બહાર વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારી જમીન પરના દબાણો હટાવવા માટે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ તરત જ રસ્તા નિર્માણનું કામ પણ શરૂ કરી દેવાયું છે. આ કાર્યવાહી દરમિયાન ત્રણ ધાર્મિક સ્થળ અને સાત દુકાન સહિતના દબાણો દૂર કરાયા હતા. આશરે 4000 સ્ક્વેર ફૂટથી વધુ સરકારી જમીન દબાણમુક્ત બની છે. વિરમગામમાં સરકારી જમીન પરથી દબાણો હટાવાયા દબાણ હટાવવાની કામગીરી માટે પાંચ જેસીબી, ત્રણ હિટાચી મશીનો અને પંદર ડમ્પર સહિતનો મોટો મશીનરી કાફલો તહેનાત કરાયો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક ડીવાયએસપી, પંદર પોલીસ ઇન્સ્પેક્ટર અને પાંચસોથી વધુ પોલીસ જવાનો સ્થળ પર હાજર રહ્યા હતા. 1 DySP, 15 PI સહિત 550થી વધુ પોલીસ કર્મચારીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત અધિકારીઓના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી સરકારી જમીન પર થયેલા દબાણો વિકાસકાર્યોમાં અવરોધરૂપ બની રહ્યા હતા. ડિમોલેશન બાદ રસ્તાના નિર્માણથી સ્થાનિક વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા અને અવરજવર વધુ સુગમ બનશે તેવી અપેક્ષા છે. અત્યંત પડકારજનક ડિમોલિશન કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ સમગ્ર કાર્યવાહી દરમિયાન પ્રશાસન, પોલીસ વિભાગ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ સતત હાજર રહી દેખરેખ રાખી રહ્યા હતા. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે. SP ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે, રોડ વિસ્તરણ અને જાહેર હિતના મહત્વપૂર્ણ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટીતંત્ર, માર્ગ અને મકાન વિભાગ તથા પોલીસ વિભાગ દ્વારા છેલ્લા બે મહિનાથી સુનિયોજિત આયોજન કરવામાં આવ્યું હતું. Dy.SP તપનસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર કામગીરી દરમિયાન 1 Dy.SP, 15 PI સહિત 550થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈએ જણાવ્યું હતું કે, વિરમગામ શહેરની સૌથી મોટી ડિમોલિશન કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં વસ્તી ગણતરીનો પ્રારંભ:1 લાખ 10 હજાર ગણતરીકારો અને 12 હજાર સુપરવાઈઝર ફિલ્ડમાં ઉતર્યા, ઘરે-ઘરે જઈને હાઉસ લિસ્ટિંગ કરાશે
    Next Article
    ધ્રાંગધ્રાના વર્ષિતકુમારને રાષ્ટ્રીય 'અમિત ઉદ્યાન રત્ન એવોર્ડ' મળ્યો:કૃષિમાં નવી ટેક્નોલોજીના ઉપયોગ બદલ હરિયાણાના કૃષિ મંત્રીએ સન્માનિત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment