Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં વસ્તી ગણતરીનો પ્રારંભ:1 લાખ 10 હજાર ગણતરીકારો અને 12 હજાર સુપરવાઈઝર ફિલ્ડમાં ઉતર્યા, ઘરે-ઘરે જઈને હાઉસ લિસ્ટિંગ કરાશે

    1 सप्ताह पहले

    ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે 1 જૂનથી ‘વસતી ગણતરી-2027’ના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ થયો છે. દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના તરીકે ઇતિહાસમાં અંકિત થનારી આ પ્રક્રિયા રાષ્ટ્રીય સ્તરે પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે. જો કોઈ નાગરિકો ખોટી વિગત આપશે કે ઈન્કાર કરશે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. તો બીજી તરફ નાગરિકોને આવક, દસ્તાવેજો અને બેંક વિગતો ન આપવા જણાવાયું છે. રાજ્યના વસતી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ આ દેશવ્યાપી મહાઅભિયાનમાં સક્રિય સહભાગી થઈ સાચી વિગતો નોંધાવવા તમામ નાગરિકોને સત્તાવાર અનુરોધ કર્યો છે. રાજકોટ જિલ્લામાં વસ્તીગણતરી-2027 અન્વયે આજથી હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ ઓપરેશન (HLO) ની વ્યાપક કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના તાલીમબદ્ધ ગણતરીદારો અને સુપરવાઇઝર સહિતની ટીમોએ ફિલ્ડમાં ઉતરીને વસ્તીગણતરીના પ્રથમ તબક્કાનું પ્રશાસનિક કાર્ય હાથ ધર્યું છે. સમગ્ર જિલ્લામાં આ પ્રક્રિયા સુચારુ અને સચોટ રીતે સંપન્ન થાય તે માટે મનપા અને વહીવટી તંત્રએ તમામ સ્તરે વિસ્તૃત આયોજન અને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી છે. રાજ્યભરમાં શરૂ થઈ હાઉસ લિસ્ટિંગની કામગીરી વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ જણાવ્યું કે અગાઉ જાહેર કરાયેલા 25 પ્રશ્નોની સ્વ-ગણતરી પ્રક્રિયામાં અનેક લોકોએ માહિતી ભરી દીધી છે. હવે 1 જૂનથી રાજ્યભરમાં પ્રથમ તબક્કા તરીકે હાઉસ લિસ્ટિંગ (ઘરયાદી)ની કામગીરી શરૂ થઈ છે, જેમાં આશરે 1 લાખ 10 હજાર ગણતરીકારો અને 12 હજાર સુપરવાઈઝર ફિલ્ડમાં ઉતર્યા છે. ગણતરીકારો ઘરે-ઘરે જઈને હાઉસ લિસ્ટિંગ કરશે તેમજ 33 પ્રશ્નોની માહિતી એકત્રિત કરશે. સ્વ-ગણતરી દરમિયાન ભરાયેલી વિગતોમાં કોઈ સુધારો કરાવવો હોય તો નાગરિકો ગણતરીકારને જરૂરી માહિતી આપી શકશે. મયાત્રાએ વધુમાં જણાવ્યું કે ચાર જિલ્લાઓમાં કેટલાક ગણતરીકારોને કિટ ન મળ્યાની ફરિયાદો મળી છે, જેના અનુસંધાને તાત્કાલિક ફોલોઅપ ચાલી રહ્યું છે અને આજે સાંજ સુધીમાં તમામને કિટ ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે ગણતરીકારોની ટ્રેનિંગ ગયા અઠવાડિયે પૂર્ણ થઈ ગઈ હતી અને હવે દરેક ઘર સુધી પહોંચી ડિજિટલ જિયો-મેપિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. ગણતરીદારો વિસ્તારની રૂબરુ મુલાકાત લેશે રાજકોટ અધિક જિલ્લા વસ્તીગણતરી અધિકારીની કચેરી દ્વારા પ્રાપ્ત થયેલી સત્તાવાર વિગતો અનુસાર, હાઉસ લિસ્ટિંગ કામગીરી દરમિયાન ગણતરીદારો સૌથી પહેલા તેમને ફાળવવામાં આવેલા ચોક્કસ ભૌગોલિક વિસ્તારો કે બ્લોકની રૂબરૂ મુલાકાત લેશે. પ્રક્રિયા દરમિયાન તેઓ જે-તે વિસ્તારની ચોક્કસ ભૌગોલિક ઓળખ પ્રસ્થાપિત કરશે અને ત્યારબાદ ત્યાં આવેલા તમામ ઘરોનું વૈજ્ઞાનિક પદ્ધતિથી નંબરિંગ કરવાની કામગીરી પૂર્ણ કરશે. ઘરોનું નંબરિંગ પૂર્ણ થયા બાદ ગણતરીદારોની ટીમ પ્રત્યેક ઘરે-ઘરે જઈને નિયત પત્રકો મુજબ જરૂરી પ્રાથમિક માહિતીઓ એકત્રિત કરશે. આ સાથે જ નાગરિકો દ્વારા કરવામાં આવેલી સેલ્ફ એન્યુમરેશન (સ્વ-ગણતરી) ની વિગતોની પણ ફિલ્ડ સ્તરે સઘન ખરાઈ કરવામાં આવશે. 446 સુપરવાઇઝર્સની નિમણૂક આ વ્યાપક ઝુંબેશને સફળ બનાવવા માટે રાજકોટ જિલ્લાના 11 તાલુકા, 6 નગરપાલિકા વિસ્તાર તેમજ 1 ઔદ્યોગિક નોટિફાઈડ એરિયા સહિતના તમામ ભૌગોલિક ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. આ તમામ વિસ્તારોમાં કુલ 2711 જેટલા પ્રશિક્ષિત ગણતરીદારો સીધા ફિલ્ડ વર્ક માટે તહેનાત કરાયા છે. તેમજ ગણતરીદારોની કામગીરીનું સતત મોનિટરિંગ, માર્ગદર્શન અને વહીવટી સંકલન જાળવી રાખવા માટે 446 સુપરવાઇઝર્સની નિમણૂક કરી છે, જેઓ સતત ફિલ્ડમાં રહીને નિરીક્ષણ કરી રહ્યા છે. 3400થી વધુ ગણતરીદારો-સુપરવાઇઝર્સને ટ્રેનિંગ ફિલ્ડ વર્ક દરમિયાન કોઈપણ તાત્કાલિક જરૂરિયાત કે અણધાર્યા સંજોગોને પહોંચી વળવા માટે પ્રશાસન દ્વારા 271 ગણતરીદારો અને 48 સુપરવાઇઝર્સને રિઝર્વ (અનામત) રાખવામાં આવ્યા છે. વસ્તી ગણતરી જેવી રાષ્ટ્રીય મહત્વની કામગીરીમાં કોઈ ક્ષતિ ન રહી જાય અને સમગ્ર ઓપરેશન પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે પૂર્વતૈયારીના ભાગરૂપે જિલ્લાના 11 તાલુકા અને 6 નગરપાલિકાના કુલ મળીને 3400થી વધુ ગણતરીદારો અને સુપરવાઇઝર્સને નિષ્ણાતો દ્વારા ખાસ વ્યાવસાયિક ટ્રેનિંગ આપવામાં આવી છે. નિયત બ્લોકની અગાઉથી ફાળવણી કરાઈ ફિલ્ડ સ્તરે ચાલી રહેલી કામગીરી અંગે વોર્ડ નંબર 12ના ચાર્જ ઓફિસર રાજેશ ચત્રભુજે જણાવ્યું હતું કે, વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની આ કામગીરી માટે તમામ ગણતરીદારો અને સુપરવાઇઝર્સને તેના નિયત બ્લોકની ફાળવણી અગાઉથી જ કરી દેવામાં આવી છે. ઉપરાંત ગણતરીદારોને કામગીરી દરમિયાન યોગ્ય ગાઈડલાઈન્સ મળી રહે તે માટે સુપરવાઇઝર સ્ટાફ સતત સાથ-સહકાર આપી રહ્યો છે. અત્યાર સુધી ફિલ્ડમાં ગણતરીદારોને નાગરિકો તરફથી સારો અને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. જેને લઈને કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાશે. જનતાને પ્રક્રિયામાં સહયોગ આપવા અપીલ વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રજા વસ્તી ગણતરીની ટીમને સંપૂર્ણ સહયોગ આપીને પોતાના પરિવાર અને મકાન અંગેની પ્રાથમિક વિગતો સરળતાથી શેર કરી રહી છે, જેના કારણે પ્રથમ તબક્કાનું આ હાઉસ લિસ્ટિંગનું કાર્ય ખૂબ સરળતાથી આગળ વધી રહ્યું છે. આ હાઉસ લિસ્ટિંગની પ્રક્રિયા સંપૂર્ણપણે આટોપી લીધા બાદ જ આગામી સમયમાં વ્યક્તિગત વસ્તી ગણતરીનો બીજો તબક્કો હાથ ધરવામાં આવશે. વોર્ડ નંબર 12 સહિત સમગ્ર રાજકોટ જિલ્લાની જાહેર જનતાને આ પ્રક્રિયામાં તંત્રને સાચો અને પૂરતો સહયોગ આપવા માટે અપીલ પણ તેમણે કરી હતી. 1.10 લાખ કર્મચારીઓ વસતી ગણતરીની કામગીરીમાં જોડાશે રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી યોજાશે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસલિસ્ટિંગ બ્લોક્સ (HLBs), 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ પણ આપવામાં આવી છે. બે તબક્કામાં પૂર્ણ થશે સમગ્ર પ્રક્રિયા, પૂછાશે 33 પ્રશ્નો પ્રથમ તબક્કો (1થી 30 જૂન, 2026) આ એક મહિના દરમિયાન ગણતરીદારો દ્વારા ઘરેઘરે જઈને ‘ઘર-યાદી અને મકાનોની ગણતરી’ (HLO) કરવામાં આવશે. જેમાં આવાસની સ્થિતિ, પરિવારના સભ્યો, પીવાનું પાણી, શૌચાલયની સુવિધા અને અન્ય ભૌતિક અસ્કયામતોને લગતા કુલ 33 પ્રશ્નો આધારિત ડેટા એકત્રિત કરાશે. બીજો તબક્કો (9થી 28 ફેબ્રુઆરી, 2027) આ આખરી તબક્કામાં મુખ્ય વસતી ગણતરીની સાથે દેશના ઇતિહાસમાં પ્રથમવાર સત્તાવાર રીતે ‘જાતિ ગણતરી’ (PE)ની કામગીરી પણ સંયુક્ત રૂપે પૂર્ણ કરવામાં આવશે. આ ચાર સવાલ પ્રથમવાર પૂછાશે વસતી ગણતરીની કામગીરી દરમિયાન ઘરના મુખ્ય વ્યકિતને કર્મચારી દ્વારા અલગ અલગ 33 સવાલો પૂછવામાં આવશે. જેમાં ચાર બાબત એવી છે કે, આ વસતી ગણતરીમાં પ્રથમવાર સમાવેશ કરવામાં આવ્યો છે. તમે ઈન્ટરનેટ, સ્માર્ટ ફોન, બોટલ્ડ વોટલ વાપરો છો?, તમે કયુ ધાન્ય વધારે ખાવ છો? તેની પ્રથમવાર માહિતી મેળવાશે. કર્મચારીઓ જો આ 3 સવાલ પૂછે તો જવાબ ન આપો આવક: મહિનાની કમાણી અથવા બેંક બેલેન્સ સંબંધિત કોઈ પણ પ્રશ્ન. દસ્તાવેજો: આધાર, પાન અથવા અન્ય કોઈ પણ ઓળખપત્ર બતાવવાનું દબાણ. બેંક વિગતો: બેંક ખાતા નંબર અથવા OTP (ઓટીપી) જેવી ખાનગી વિગતો. જનગણના-2027: ગુજરાતનું વહીવટી માળખું અને ટેકનોલોજી ઉપલબ્ધ ભાષાઓ: ગુજરાતી સહિત કુલ 16 સત્તાવાર ભાષાઓમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ એપ્લિકેશન મારફતે ડેટા એન્ટ્રી કરી શકાશે. ઓફલાઇન સુવિધા: ઇન્ટરનેટ નેટવર્ક ન હોય તેવા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ એપ્લિકેશન દ્વારા ઇન્ટરનેટ વિના ઓફલાઇન ડેટા સંગ્રહિત કરી શકાશે. માહિતી સંપૂર્ણ ગુપ્ત રહેશે, ખોટી વિગતો આપનાર સામે કાર્યવાહી થશે કેન્દ્ર સરકારે કાયદાકીય સ્પષ્ટતા કરી છે કે, જનગણના દરમિયાન એકત્રિત થનારી તમામ વ્યક્તિગત માહિતી 'જનગણના અધિનિયમ-1948' હેઠળ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ ડેટાનો ઉપયોગ નાગરિક વિરુદ્ધ કોઈ પણ કાનૂની, કોર્ટ કે કરવેરા સંબંધી કાર્યવાહી માટે પુરાવા તરીકે ક્યારેય નહીં થાય. જોકે, વસતી ગણતરીના કાયદા મુજબ, દરેક નાગરિકે સાચી વિગતો આપવી ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિ માહિતી આપવાનો ઇનકાર કરશે અથવા ખોટી માહિતી આપશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. નાગરિકો પોતાની કોઈપણ મૂંઝવણ કે પ્રશ્નો માટે સત્તાવાર ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 પર સંપર્ક કરી શકે છે અથવા censusindia.gov.in પોર્ટલની મુલાકાત લઈ શકે છે. સ્વ-ગણતરીને વ્યાપક પ્રતિસાદ રાજ્યમાં ગત 17 મેથી શરૂ કરાયેલી સ્વ-ગણતરી ઝુંબેશને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સહિત 30 મે સુધીમાં 3.74 લાખથી વધુ જાગૃત નાગરિકોએ પોર્ટલ પર સ્વ-ગણતરીના ફોર્મ ભર્યા છે. આ પૈકી 3.30 લાખથી વધુ અરજીઓની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે આશરે 44,000 ફોર્મ હાલ પ્રક્રિયા હેઠળ છે. મોબાઇલમાં FM છે તો રેડિયો છે, લિવ-ઇનમાં છો તો પરિણીત લિવ-ઇન: લાંબા સમયથી સાથે રહેતા યુગલને વસ્તી ગણતરીમાં ‘પરિણીત યુગલ’ ગણવામાં આવશે. રેડિયો-ટીવી: મોબાઇલમાં FM હોય તો ‘રેડિયો’ ગણાશે. મોબાઇલ પર યુટ્યુબ જોવું ‘ટીવી’ ગણાશે નહીં, તેના માટે ટીવી હોવું જરૂરી છે. વાહન: કાર/જીપની શ્રેણીમાં ટ્રેક્ટર નોંધાશે નહીં. ઈ-રિક્ષા/ઓટોને કાર કે બાઇક ગણવામાં આવશે નહીં. પાણી: ઘરમાં નળ હોય, તેમ છતાં બોટલ કે કેનનું પાણી મંગાવો છો, તો ‘બોટલ્ડ વોટર’ લખો. રસોડું: ઘરના એક ભાગમાં રસોઈ બનાવતા અને સૂતા હો, તો ‘રસોડું’ ગણાશે નહીં. રસોડું ત્યારે જ નોંધાશે જ્યારે ઘરમાં અલગથી હોય. બેંકિંગ સિસ્ટમ જેવી ‘અભેદ્ય’ સુરક્ષા હશે મેપ પર દરેક ઘર 'ડિજી ડોટ' બનશે, તેના 5 ફાયદા થશે 1. આપત્તિમાં સચોટ રાહત જિયો ટેગિંગથી બનેલો ડિજિટલ લેઆઉટ મેપ વાદળ ફાટવા, પૂર અથવા ભૂકંપ જેવી આપત્તિના સમયે ઉપયોગી સાબિત થશે. દૂરના હિમાલયી ક્ષેત્રમાં વસેલા કોઈ ગામમાં વાદળ ફાટવા જેવી ઘટનાના સમયે આ મેપથી તરત જ ખબર પડી જશે કે કયા ઘરમાં કેટલા લોકો રહે છે. હોટલોમાં ક્ષમતા મુજબ કેટલા લોકો રહ્યા હશે. આ વિગતથી બચાવ માટે જરૂરી તમામ બોટ, હેલિકોપ્ટર, ફૂડ પેકેટ વગેરેની વ્યવસ્થા કરવામાં મદદ મળશે. 2. સીમાંકનમાં મદદ મળશે રાજકીય સીમાઓ જેવી કે સંસદીય અથવા વિધાનસભા ક્ષેત્રોનું યુક્તિસંગત રીતે નિર્ધારણ કરવામાં પણ આનાથી મદદ મળશે. જિયો ટેગિંગથી તૈયાર મેપથી આ તસવીર સ્પષ્ટ થઈ જશે કે ક્ષેત્રમાં ગ્રામીણ અને શહેરી ક્ષેત્રનું સંતુલિત વિભાજન કેવી રીતે થાય. સમુદાયોને એવી રીતે ન વહેંચી દેવામાં આવે કે એક મોહલ્લો એક ક્ષેત્રમાં અને બીજો મોહલ્લો કોઈ અન્ય ક્ષેત્રમાં શામેલ થઈ જાય. ઘરોના ડિજી ડોટથી ડિલિમિટેશન (સીમાંકન)ની પ્રક્રિયામાં સરળતા રહેશે. 3. શહેરી આયોજનમાં સરળતા શહેરોમાં રસ્તાઓ, શાળાઓ, હોસ્પિટલો કે બગીચાઓનું આયોજન કરવામાં પણ આ નકશો ઉપયોગી સાબિત થશે. જો કોઈ જગ્યાના ઘરોના ડિજિટલ લેઆઉટમાં બાળકોની સંખ્યા વધુ હશે તો પાર્ક અને શાળાઓને પ્રાથમિકતા આપીને બનાવવાની યોજનાઓ તૈયાર કરી શકાશે. જો કોઈ વસાહતમાં કાચા મકાનો કે ખરાબ ઘરોની સંખ્યા વધુ દેખાશે તો ત્યાં કોઈ મેડિકલ ઇમરજન્સીના સમયે તાત્કાલિક મોબાઇલ રાહત વાન મોકલી શકાશે. 4. શહેરીકરણ અને સ્થળાંતર દરનો ડેટા મળશે આ વસ્તી ગણતરીના દસ વર્ષ પછી થનારી વસ્તી ગણતરીમાં ડિજિટલ નકશાના ફેરફારો સરળતાથી નોંધણી કરી શકાશે. દેશના વિવિધ ભાગોમાં શહેરીકરણનો દર અને સ્થળાંતરના વિસ્તારોની મેપિંગની તુલના ચોક્કસ રીતે કરી શકાશે. 5. મતદાર યાદીમાંથી ડુપ્લિકેટ નામો દૂર થશે આધારની ઓળખ સાથે જિયો ટેગિંગ મતદાર યાદીને સચોટ અને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. જ્યારે મતદાર કોઈ ભૌગોલિક સ્થાન સાથે ડિજિટલી જોડાયેલો હશે ત્યારે બેવડા રજીસ્ટ્રેશનના સમયે તેના મૂળ નિવાસનું સરનામું પણ સામે આવશે.
    Click here to Read More
    Previous Article
    શું ખબર મોદી ચા વેચતા હતા કે ભીખ માગતા હતા:હું તો તેમના જુઠાણાનો સાક્ષી છું, PM પર પ્રકાશ રાજની વિવાદિત કમેન્ટ્સ; ટ્રોલર્સે કહ્યું- તમે દેશ માટે શું કર્યું
    Next Article
    વિરમગામમાં સરકારી જમીન પરથી દબાણો હટાવાયા:3 ધાર્મિક સ્થળ, 7 દુકાન તોડી 4000 સ્ક્વેર ફૂટ જમીન ખુલ્લી કરાઈ, રોડનું કામ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment