Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કસ્તુરબા હોસ્પિટલનો 14 મહિનામાં 135+ કાર્ડિયાક સર્જરીનો રેકોર્ડ:સુરત કે મુંબઈને બદલે હૃદયરોગના દર્દીઓની વલસાડમાં સારવાર, 82 વર્ષ પહેલા 1944માં મેટરનિટીની 6 બેડની હોસ્પિટલથી શરૂઆત

    11 घंटे पहले

    દક્ષિણ ગુજરાતના તબીબી ક્ષેત્રે વલસાડની કસ્તુરબા હોસ્પિટલે એક નવો અને ઐતિહાસિક માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. વલસાડની જાણીતી સંસ્થા 'કસ્તુરબા વૈદ્યકીય રાહત મંડળ' સંચાલિત કસ્તુરબા હોસ્પિટલના કાર્ડિયાક સર્જરી વિભાગે કાર્યરત થયાના માત્ર 14 મહિનાના ટૂંકા ગાળામાં 135થી વધુ જટિલ કાર્ડિયક અને વાસ્ક્યુલર સર્જરીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ અભૂતપૂર્વ સફળતા સાથે કસ્તુરબા હોસ્પિટલ વલસાડ જિલ્લા અને આસપાસના વિસ્તારમાં અત્યાધુનિક હૃદય રોગ સારવારનું પ્રથમ અને અગ્રણી કેન્દ્ર બની ગયું છે. ​માત્ર 14 મહિનામાં રેકોર્ડબ્રેક સર્જરીઓ ​એપ્રિલ 2025માં શરૂ થયેલા આ કાર્ડિયાક સર્જરી વિભાગે અત્યાર સુધીમાં અત્યંત જટિલ ગણાતી તબીબી પ્રક્રિયાઓ સફળતાપૂર્વક પાર પાડી છે. આ ટૂંકા ગાળામાં મેળવેલી સિદ્ધિઓ મેળવી છે: ​આ ઉપરાંત, ડિસેમ્બર 2022થી કાર્યરત હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગે પણ અત્યાર સુધીમાં 4,000થી વધુ કાર્ડિયોલોજી પ્રોસિજર્સ સફળતાપૂર્વક કરી છે, જેના કારણે આ વિસ્તારના 12,000થી વધુ દર્દીઓને નવું અને સ્વસ્થ જીવન મળ્યું છે. ​આયુષ્માન ભારત (PMJAY) હેઠળ તદ્દન મફત સારવાર ​ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે કસ્તુરબા હોસ્પિટલ ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ હોસ્પિટલ વલસાડ શહેરની એકમાત્ર એવી હોસ્પિટલ છે જે આયુષ્માન ભારત – PMJAY યોજના હેઠળ વ્યાપક કાર્ડિયાક સારવાર માટે માન્યતા ધરાવે છે. આ યોજના અંતર્ગત જટિલ મિનિમલ ઇન્વેસિવ સર્જરીઓ પણ નિયમો અનુસાર દર્દીઓ માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવે છે. આ સિવાય હોસ્પિટલ વેસ્ટર્ન રેલવે, ESIC અને વિવિધ અગ્રણી મેડિકલ ઇન્શ્યોરન્સ (TPA) કંપનીઓ સાથે સંલગ્ન હોવાથી પાત્રતા ધરાવતા દર્દીઓને કેશલેસ સારવારનો મોટો લાભ પણ મળી રહ્યો છે. દર્દીઓએ સુરત કે મુંબઈ જવું પડતું ​અત્યાર સુધી વલસાડ અને સમગ્ર દક્ષિણ ગુજરાતના દર્દીઓને જટિલ હૃદય રોગની સારવાર કે સર્જરી માટે સુરત અથવા મુંબઈ જેવા મહાનગરો તરફ દોડવું પડતું હતું, જેમાં સમય અને નાણાં બંનેનો મોટો વ્યય થતો હતો. પરંતુ હવે, વૈશ્વિક અનુભવ ધરાવતા વરિષ્ઠ અને પૂર્ણકાલીન નિષ્ણાત તબીબોની ટીમ તેમજ વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અત્યાધુનિક ઓપરેશન થિયેટર અને લાઈવ-સેવિંગ ICU સુવિધાઓ વલસાડમાં જ ઉપલબ્ધ થતાં સ્થાનિક સ્તરે જ આંતરરાષ્ટ્રીય કક્ષાની સારવાર મળવા લાગી છે. દર્દી કેન્દ્રિત સેવાઓની ભારોભાર પ્રશંસા હોસ્પિટલના પ્રમુખ કિરણભાઈ ઠાકોરભાઈ દેસાઈ, ઉપપ્રમુખ અપૂર્વભાઈ અર્જુનભાઈ દેસાઈ અને સમગ્ર ટ્રસ્ટી મંડળે આ સફળતાને "વલસાડ માટેની તબીબી ક્રાંતિ" ગણાવી છે. તેમણે આ ઐતિહાસિક સિદ્ધિ બદલ હોસ્પિટલની નિષ્ણાત તબીબી ટીમ, ડૉ. વિરલ ટંડેલ (કાર્ડિયોલોજિસ્ટ), ડૉ. કપિલ પટેલ (કાર્ડિયાક સર્જન), ડૉ. પર્થિક નાઈક (કાર્ડિયાક એનસ્થેશિયોલોજિસ્ટ) અને ડૉ. કેતુલ રાવલ (ફિઝિશિયન અને ક્રિટિકલ કેર નિષ્ણાત) તેમજ સમગ્ર સહાયક સ્ટાફની દર્દી કેન્દ્રિત સેવાઓની ભારોભાર પ્રશંસા કરી છે. ​સેવાની ગૌરવશાળી પરંપરાના 82 વર્ષ પૂર્ણ ​અત્રે નોંધનીય છે કે, આઝાદી પહેલા કસ્તુરબા હોસ્પિટલની શરૂઆત 1 જૂન, 1944ના રોજ માત્ર 6 બેડ સાથે એક નાનકડી માતૃત્વ સેવા સંસ્થા (મેટર્નિટી હોમ) તરીકે થઈ હતી. આજે આ સંસ્થા પોતાની સેવાની ગૌરવશાળી પરંપરાના 82 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 83મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી ચૂકી છે. ​વાર્ષિક દોઢ લાખથી વધુ દર્દીઓની નિઃસ્વાર્થ સેવા કરતી કસ્તુરબા હોસ્પિટલ હવે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં કાર્ડિયક કેર અને વાસ્ક્યુલર સર્જરી ક્ષેત્રે એક મજબૂત “સેન્ટર ઑફ એક્સલન્સ” બનવા તરફ આગળ વધી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ધ્રાંગધ્રાના વર્ષિતકુમારને રાષ્ટ્રીય 'અમિત ઉદ્યાન રત્ન એવોર્ડ' મળ્યો:કૃષિમાં નવી ટેક્નોલોજીના ઉપયોગ બદલ હરિયાણાના કૃષિ મંત્રીએ સન્માનિત કર્યા
    Next Article
    ગાંધીનગરનો ક્લાસ વન અધિકારી 5 લાખની લાંચ લેતા ઝડપાયો:સ્વિફ્ટમાં 5 લાખ અને ઘરેથી 1.76 કરોડ રોકડા મળ્યા, સોનાના દાગીના સહિત 2.64 કરોડનો મુદ્દામાલ ACBને મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment