Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરનો ક્લાસ વન અધિકારી 5 લાખની લાંચ લેતા ઝડપાયો:સ્વિફ્ટમાં 5 લાખ અને ઘરેથી 1.76 કરોડ રોકડા મળ્યા, સોનાના દાગીના સહિત 2.64 કરોડનો મુદ્દામાલ ACBને મળ્યો

    11 घंटे पहले

    ACB દ્વારા ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઉર્જા વિભાગમાં ફરજ બજાવતા વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ વન ઓફિસર એ.બી.ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. સોલાર પેનલની એનઓસી (NOC) આપવાના બદલામાં 5 લાખ રૂપિયાની લાંચ લેતા હોવાની ફરિયાદના આધારે ACBએ ટ્રેપ ગોઠવીને દબોચી લીધો હતો. આ અટકાયત બાદ અધિકારીના ઘર અને ગાડીમાંથી મોટી માત્રામાં રોકડ તેમજ દાગીના મળી આવ્યા છે. ક્લાસ વન ઓફિસર 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો એક અરજદાર પાસેથી સોલાર પેનલની મંજૂરી (NOC) મેળવવાના મામલે ક્લાસ વન ઓફિસર એ.બી.ચૌધરીએ મોટી રકમની લાંચની માંગણી કરી હતી. આ અંગે ફરિયાદ મળતા જ એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું, જેમાં અધિકારી 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. તપાસ દરમિયાન અધિકારીની કારમાંથી જ આ 5 લાખની રોકડ રકમ રિકવર કરવામાં આવી હતી. અમદાવાદ અને સુરતની મિલકતો પર સર્ચ ઓપરેશન લાંચના કેસમાં ધરપકડ કર્યા બાદ એસીબીની ટીમો દ્વારા અધિકારીના વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. એસીબીએ અધિકારીના અમદાવાદ અને સુરત સ્થિત રહેઠાણો પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન તેમના ઘરમાંથી મોટી માત્રામાં બિનહિસાબી રોકડ રકમ અને કિંમતી સોના-ચાંદીના દાગીના મળી આવ્યા છે, જે અંગે એસીબીએ વધુ તપાસ તેજ કરી છે. 1. 76 કરોડની રોકડા મળી આવી મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી. ચૌધરીને ત્યાં એસીબી દ્વારા પાડવામાં આવેલા દરોડામાં સુરતના વી.આઈ.પી. રોડ પર વેસુ વિસ્તારમાં આવેલી તેમની રહેણાંક મિલકત મુખ્ય કેન્દ્ર રહી છે, જ્યાંથી કરોડોની અપ્રમાણસર મિલકતનો ખુલાસો થયો છે. અશ્વિન ચૌધરીની માલિકીના ગાંધીનગર અને સુરત સ્થિત 'બી-405, શિલ્પ રેસિડેન્સી, વી.આઈ.પી. રોડ, વેસુ' નામના મકાનો તેમજ ગાડીઓમાંથી સર્ચ દરમિયાન કુલ 1 કરોડ 76 લાખ રૂપિયાની રોકડા રકમ મળી આવી છે. ACBએ 2. 64 કરોડની અધધ મતા કબજે કરી આ ઉપરાંત, સુરત અને ગાંધીનગરની આ મિલકતોમાંથી 88 લાખ 82 હજાર રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ 5 લાખ 51 હજાર રૂપિયાની રોકડ સાથેના ગિફ્ટ વાઉચર પણ જપ્ત કરવામાં આવ્યા છે. સુરતની આ પોશ ગણાતી શિલ્પ રેસિડેન્સીની તપાસ સહિત એસીબીએ અધિકારી પાસેથી કુલ 2 કરોડ 64 લાખ રૂપિયાની અધધ મતા કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાંચો પોલીસ તથા ફાયરના અધિકારીઓના લાંચના કલંકીત કેસ ઉદ્યોગ ભવનના કલાસ-2 અધિકારીએ ફાયર NOC માટે 5 લાખની લાંચ માગી હતી ગત 18 મે, 2026ના રોજ ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં છઠ્ઠા માળે ફરજ બજાવતા વર્ગ-2ના ઉચ્ચ અધિકારી અને આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર મનિષકુમાર નવિનચન્દ્ર રાવલ બાંધકામ પ્રોજેક્ટના ફાયર એન.ઓ.સી. અને સર્ટિફિકેટ માન્ય રાખવાના અવેજ પેટે રૂ. 5 લાખની મસમોટી લાંચ માંગતા એસીબીના સકંજામાં આવ્યો હતો. સ્ટેટ IBનો સિનિયર ઓફિસર 80 હજારની લાંચ લેતા ઝડપાયો હતો ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં 15 માર્ચે ACBએ ગોઠવેલા છટકામાં સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરોમાં ફરજ બજાવતો અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. સાણંદ સેન્ટરના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફીસર કેતન ગીરીશભાઇ દવેએ એક જાગૃત નાગરિકના પોલીસ પ્રોટેક્શનને રીન્યુ કરવા માટે પોઝિટિવ અભિપ્રાય આપવાના બદલામાં 80 હજાર રૂપિયાની માંગણી કરી હતી, જે રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને દબોચી લીધો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) 1 માર્ચે ખંભાતમાં PSI પંકજ પટેલ 30 હજારની લાંચ લેતા ઝડપાયો હતો 1 માર્ચ, 2026ના રોજ ખંભાતમાં એન્ટી કરપ્શન બ્યુરો-ACBએ લાલ દરવાજા પોલીસ ચોકીના PSI પંકજ પરસોત્તમભાઈ પટેલને ₹30,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી અશાંતધારા હેઠળની મિલકત ટ્રાન્સફર અરજીઓના નિકાલ માટે કરવામાં આવી હતી.એક અરજદારે અશાંતધારા હેઠળ મિલકત ટ્રાન્સફર સંબંધિત બે અલગ-અલગ અરજીઓ કરી હતી. આ અરજીઓ પર હકારાત્મક અભિપ્રાય આપવા માટે PSI પંકજ પટેલે દરેક અરજી દીઠ ₹20,000 લેખે કુલ ₹40,000ની માંગણી કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) 15 ડિસે.એ CID ક્રાઈમના PI અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા હતા ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ 15 ડિસેમ્બરના રોજ ગાંધીનગરમાં એક મોટી સફળ ટ્રેપ ગોઠવી CID ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોલ સેન્ટરના એક ગુનામાં કાર્યવાહી ન કરવા અને સેટલમેન્ટ કરવા પીઆઇ અને એક આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલે લાંચ માગી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ડિસેમ્બરમાં કીમમાં હનીટ્રેપના ગુનામાં રૂ. 3 લાખ લેતો PI ઝડપાયો 18 ડિસેમ્બર, 2025ના રોજ સુરત ગ્રામ્યના કીમ પોલીસ સ્ટેશનનો પીઆઈ પ્રવિણસિંહ જાડેજા 3 લાખની લાંચ લેતા રંગેહાથ પકડાઈ જતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. સુરતના કીમ પોલીસ મથકની હદમાં એક મહિના અગાઉ હનીટ્રેપની ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં ત્રણ શખ્સોએ પોલીસની ખોટી ઓળખ આપી બે વેપારી પાસેથી 13 લાખ રૂપિયા પડાવ્યા હતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    કસ્તુરબા હોસ્પિટલનો 14 મહિનામાં 135+ કાર્ડિયાક સર્જરીનો રેકોર્ડ:સુરત કે મુંબઈને બદલે હૃદયરોગના દર્દીઓની વલસાડમાં સારવાર, 82 વર્ષ પહેલા 1944માં મેટરનિટીની 6 બેડની હોસ્પિટલથી શરૂઆત
    Next Article
    ગુજરાતના સાવજ અને MPના ટાઇગર પર સંક્રમણનું સંકટ!:ગંભીર બિમારીથી 12 સિંહોના મોત, વાઘ પર પણ CDV વાયરસનો ખતરો; કેન્દ્ર સરકાર સુધી મુદ્દો ગાજ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment