Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના સાવજ અને MPના ટાઇગર પર સંક્રમણનું સંકટ!:ગંભીર બિમારીથી 12 સિંહોના મોત, વાઘ પર પણ CDV વાયરસનો ખતરો; કેન્દ્ર સરકાર સુધી મુદ્દો ગાજ્યો

    10 घंटे पहले

    ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં 12 સિંહોના મોતનો મુદ્દો રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી પહોંચ્યો છે. વન વિભાગ દ્વારા 30થી વધુ સિંહોને રેસ્ક્યુ કરીને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. જોકે, સિંહોના અંતિમ લેબોરેટરી રિપોર્ટ હજુ સુધી જાહેર થયા નથી, જેના કારણે સિંહપ્રેમીઓમાં ચિંતા વધી છે. આ ઘટના વચ્ચે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે, મધ્ય પ્રદેશના વાઘો પર પણ CDV જેવા ગંભીર લક્ષણો હોવાથી વનવિભાગ એલર્ટ મોડમાં આવી કામગીરી શરૂ કરી છે. હજુ સુધી રિપોર્ટ જાહેર ન થતા રહસ્ય ઘેરું સિંહોમાં CDV (Canine Distemper Virus) જેવા લક્ષણો જોવા મળ્યા હોવાથી સાવચેતીના ભાગરૂપે ગઈકાલે સિનિયર અધિકારીઓ અને રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ માસ્ક પહેરીને જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. આ ઘટનાને 4-5 દિવસ વીતી ગયા હોવા છતાં રિપોર્ટ જાહેર ન થતા રહસ્ય ઘેરું બન્યું છે. વન વિભાગ દ્વારા સિંહોના વેક્સિનેશન, ડી-ટિકિંગ (શરીર પરથી જીવાત દૂર કરવાની પ્રક્રિયા), ડી-વોર્મિંગ અને વધારાના પેટ્રોલિંગની કામગીરી યથાવત રાખવામાં આવી છે. ખાસ કરીને પૂનમના દિવસોને ધ્યાનમાં રાખીને સિંહોની હિલચાલ અને આરોગ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાવજોના મોતથી સિંહપ્રેમીઓમાં રોષ સિંહપ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં સૌથી મોટી ચિંતા એ છે કે, જો કોઈ ગંભીર ચેપી રોગ નથી તો શા માટે સિંહોને પકડીને રેસ્ક્યુ કરી ઓબ્ઝર્વેશનમાં રાખવાની જરૂર પડી રહી છે. વન વિભાગનું કહેવું છે કે, અંતિમ રિપોર્ટ આવ્યા પહેલાં કોઈ જોખમ ન લેવાય તે માટે તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. સિંહોના સતત થતા મોત અને સેમ્પલના રિપોર્ટ જાહેર ન થતા ચિંતા વધી રહી છે. સિંહપ્રેમીઓ સરકાર અને વન વિભાગ પાસે તાત્કાલિક રિપોર્ટ જાહેર કરવા તથા સમગ્ર સ્થિતિ અંગે પારદર્શક માહિતી આપવા અપેક્ષા રાખી રહ્યા છે. CDV દેશના રાષ્ટ્રીય ગૌરવ વાઘ અને સિંહ બંને પર સંકટ ભારત દેશના વન્યજીવસુષ્ટિ સૌથી સ્તંભ રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને એશિયાઈ સિંહ એક અતયંત ઘાતક શત્રુ સામે જંગ લડી રહ્યા છે. CDV કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસના ખતરો હાલમાં મધ્યપ્રદેશના જાણીતા ટાઇગર રિઝર્વ જેમ કે, કાન્હા બાંઘવગઢ અને ઉત્તર પ્રદેશના દુધવા ટાઇગર રિઝર્વમાં વાઘના સેમ્પલમાં CDV વાયરસ હોવાની કે તેનાથી મોત થયાની પુષ્ટિ વન્યજીવ સંસ્થા IVRI અને વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી હતી. CDV અથવા ન્યાં રોગ મુદ્દે કોઈ રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી ગુજરાતમાં સિંહો ઉપર આવેલ ગંભીર સંકટમાં સેમ્પલ બાદ હજુ સુધી કોઈ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી બીજી તરફ CDV જેવા ગંભીર લક્ષણો હોવાથી વનવિભાગ એલર્ટ મોડમાં આવી કામગીરી શરૂ કરી છે. પરંતુ સ્થિતિ ગંભીર બનતી હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે. બીજી તરફ રિપોર્ટ જાહેર નહીં કરતા હોવાને કારણે રાજ્ય સરકાર અને વનવિભાગ સામે સવાલો ઉઠી રહ્યા છે. શું કહ્યું હતું વન મંત્રી મોઢવાડિયાએ? ગીર પૂર્વ અને પશ્ચિમમાં સિંહોમાં ફેલાયેલા રોગચાળા અને તેના કારણે થઈ રહેલા મૃત્યુ બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા વન મંત્રી અર્જુન મોઢવાડિયા જામવાળા એનિમલ કેર સેન્ટર પહોંચ્યા હતા. તેમણે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠક બાદ મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. છેલ્લા ત્રણ દિવસથી એક પણ સિંહના મૃત્યુના સમાચાર નથી. જામવાળા ખાતેની બેઠક પૂર્ણ કર્યા બાદ, વન મંત્રી જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લેશે. ત્યાં પણ તેઓ અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરશે. કેર સેન્ટરના દૃશ્યો દુઃખજનક જસાધાર કેર સેન્ટર ખાતે સ્થળ પર અમે પહોંચ્યા ત્યારે ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા હતા. એનિમલ સ્મશાનમાં લાકડાનો પહાડ ખડકી દેવાયો હતો. અહીં લાકડાનો જથ્થો રાખવા માટે જગ્યા ઓછી પડતી હોય તેવી સ્થિતિ હોય તેમ સિંહને કેદ કરવાની જગ્યા (પાંજરા)ની પાસે પણ લાકડા ભરવામાં આવ્યા છે. આ ઘટના સિંહોના સ્વાસ્થ્ય અને મૃત્યુદર અંગે ગંભીર સવાલો ઉભા કરે છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરનો ક્લાસ વન અધિકારી 5 લાખની લાંચ લેતા ઝડપાયો:સ્વિફ્ટમાં 5 લાખ અને ઘરેથી 1.76 કરોડ રોકડા મળ્યા, સોનાના દાગીના સહિત 2.64 કરોડનો મુદ્દામાલ ACBને મળ્યો
    Next Article
    Panchmahal Mango Crop Damage | જોરદાર પવન અને વરસાદથી કેરીના પાકને મોટું નુકસાન | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment