Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાઠી-બાબરાના ધારાસભ્ય જનક તળાવિયાના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સેવાકીય ઉજવણી:અમરેલીના કલોરાણા ગામે બાળકોને ભોજન, પુસ્તક વિતરણ કરાયું

    10 hours ago

    અમરેલી જિલ્લામાં લાઠી-બાબરાના ધારાસભ્ય જનક તળાવિયાના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ બાબરા તાલુકાના કલોરાણા ગામે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ બાબરા તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ કલકાણી અને તાલુકા ભાજપના કાર્યકરો તથા હોદ્દેદારો દ્વારા સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ ઉજવણી અંતર્ગત બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત, શૈક્ષણિક ઉપયોગ માટે ચોપડાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યના જન્મદિવસને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડવાના ઉદ્દેશથી આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો, ગ્રામજનો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ કલકાણીએ જણાવ્યું હતું કે, “અમારા ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે અને જરૂરિયાતમંદ બાળકોને ઉપયોગી સહાય મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.”
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં કારે બેફામ સ્પીડે વૃદ્ધાને ઉડાવી, CCTV:રોડ પર ચાલતા જતી મહિલાને પાછળથી જોરદાર ટક્કર મારી, ગાડીમાં વિદેશી લોકો સવાર હતા
    Next Article
    ધરમપુર BAPS મંદિરમાં 'ઉત્સવ ત્રિવેણી' યોજાયો:ચતુર્થ પાટોત્સવે મહાપૂજા, 'પિંજર' સંવાદ આકર્ષણ બન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment