Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ખાનગી બસ હડફેટે યુવતિનું મૃત્યુ:જૂના માર્કેટિંગ યાર્ડ પાસે અકસ્માત સર્જાયો, પોલીસે બસ ડ્રાઈવરની અટકાયત કરી

    9 hours ago

    રાજકોટમાં પૂરપાટ ઝડપે દોડતા ભારે વાહનો લોકોના મોતનું કારણ બની રહ્યા છે.આજે 31 મે ના શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે લકઝરી બસે એક્ટિવાને ટક્કર મારતા એક યુવતિનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. જોકે આ ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ મારફત યુવતિના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે આજીડેમ પોલીસે સ્થળ પરથી ખાનગી લક્ઝરી બસના ડ્રાઇવરની અટકાયત કરી છે. આ દરમિયાન લોકોના ટોળા પણ એકત્ર થઈ ગયા હતા. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે હાઈવેનું કામ ચાલી રહ્યું છે અને અહીંથી દરરોજ ભારે વાહનો બેફામ ઝડપે પસાર થાય છે જેને કારણે અહીં અકસ્માત ઝોન બન્યો છે. આજે બપોરના સમયે અહીંથી પસાર થતી ખાનગી લક્ઝરી બસે એકટીવાને ટક્કર મારી હતી. જેને કારણે 24 વર્ષીય યુવતિ દિપાલી અરવિંદભાઈ ચૌહાણનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતુ. જે દરમિયાન 108 એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવતા તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને લોહીલુહાણ હાલતમાં રહેલી યુવતીને તપાસતા તેને દમ તોડી દીધો હતો. જેથી તબીબોએ યુવતિનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતુ. આ દરમિયાન આજીડેમ પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને અકસ્માત સર્જી યુવતિનું મૃત્યુ નિપજાવતા ખાનગી બસના ડ્રાઈવરની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો. હાલ પોલીસ દ્વારા મૃતક યુવતિ અને બસ ડ્રાઈવર અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. યુવતિ જસદણથી રાજકોટ ફૈબાના ઘરે કથામાં આવી હતી મૃતક યુવતિ મૂળ જસદણની છે અને ત્યાં જોબ કરતી હતી. રાજકોટમાં ફૈબાના ઘરે સત્યનારાયણની કથા હોવાથી અહીં આવી હતી અને આજે એક્ટિવા લઈને આજીડેમથી ભીચરી તરફ જતા હતા ત્યારે અકસ્માત સર્જાતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ટ્રાફિક પોલીસની છબી ખરડવા બદલ ગુન્હો દાખલ:₹100 દંડ ભરી ચોરીછૂપીથી વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ
    Next Article
    માળીયા મીયાણામાં નાના દહીસરા ગામે મંદિરમાં ચોરી:તસ્કરે રૂ.40,000ની કિંમતના ચાંદીના 13 છતર ચોર્યા, ઘટના CCTVમાં કેદ; પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment