Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માળીયા મીયાણામાં નાના દહીસરા ગામે મંદિરમાં ચોરી:તસ્કરે રૂ.40,000ની કિંમતના ચાંદીના 13 છતર ચોર્યા, ઘટના CCTVમાં કેદ; પોલીસ તપાસ શરૂ

    9 घंटे पहले

    માળીયા મીયાણા તાલુકાના જુના નાના દહીસરા ગામે આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં ચોરી થઈ છે. તસ્કરો મંદિરમાંથી ચાંદીના 13 છતર ચોરી ગયા હતા, જેની કિંમત આશરે 40,000 રૂપિયા આંકવામાં આવી છે. આ અંગે નાના દહીસરા ગામના રહેવાસી ગજેન્દ્રભાઈ પ્રવીણભાઈ ભાડજાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ચોરોએ માતાજી પર ચઢાવવામાં આવેલા નાના-મોટા કુલ 13 ચાંદીના છતરની ચોરી કરી હતી. આ છતરનું કુલ વજન 400 ગ્રામ હતું, જેની બજાર કિંમત 40,000 રૂપિયા થાય છે. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ખાનગી બસ હડફેટે યુવતિનું મૃત્યુ:જૂના માર્કેટિંગ યાર્ડ પાસે અકસ્માત સર્જાયો, પોલીસે બસ ડ્રાઈવરની અટકાયત કરી
    Next Article
    ખાનગી બસ હડફેટે મોપેડ સવાર યુવતીનું મોત:બસ ડ્રાઈવરની અટકાયત, નેશનલ હાઈવેની કામગીરીને લઈ જૂના માર્કેટિંગ યાર્ડ પાસે બન્યો 'અકસ્માત ઝોન'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment