Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાનગી બસ હડફેટે મોપેડ સવાર યુવતીનું મોત:બસ ડ્રાઈવરની અટકાયત, નેશનલ હાઈવેની કામગીરીને લઈ જૂના માર્કેટિંગ યાર્ડ પાસે બન્યો 'અકસ્માત ઝોન'

    8 घंटे पहले

    રાજકોટમાં પૂરપાટ ઝડપે દોડતા ભારે વાહનો લોકોના મોતનું કારણ બની રહ્યા છે.આજે 31 મેએ શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે લકઝરી બસે એક્ટિવાને ટક્કર મારતા એક યુવતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે યુવતીના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ત્યારે આજીડેમ પોલીસે સ્થળ પરથી ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવરની અટકાયત કરી છે.આ દરમિયાન લોકોના ટોળા પણ એકત્ર થઈ ગયા હતા. ખાનગી બસની ટક્કરે 24 વર્ષીય યુવતીનું મોત પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે હાઈવેનું કામ ચાલી રહ્યું છે અને અહીંથી દરરોજ ભારે વાહનો બેફામ ઝડપે પસાર થાય છે. જેને કારણે અહીં અકસ્માત ઝોન બન્યો છે. આજે બપોરના સમયે અહીંથી પસાર થતી ખાનગી લક્ઝરી બસે એકટીવાને ટક્કર મારી હતી.જેને કારણે 24 વર્ષીય યુવતી દિપાલી ચૌહાણનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. ડ્રાઈવરને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવાયો જે દરમિયાન 108 એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવતા તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને લોહીલુહાણ હાલતમાં યુવતીને તપાસતા તેને દમ તોડી દીધો હતો.જેથી તબીબોએ યુવતીનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતુ.આ દરમિયાન આજીડેમ પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને અકસ્માત સર્જી યુવતીનું મૃત્યુ નિપજાવતા ખાનગી બસના ડ્રાઈવરની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો. હાલ પોલીસ દ્વારા મૃતક યુવતી અને બસ ડ્રાઈવર અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    માળીયા મીયાણામાં નાના દહીસરા ગામે મંદિરમાં ચોરી:તસ્કરે રૂ.40,000ની કિંમતના ચાંદીના 13 છતર ચોર્યા, ઘટના CCTVમાં કેદ; પોલીસ તપાસ શરૂ
    Next Article
    Bhadar-2 Dam in Dhoraji | જીવાદોરી સમાન ડેમમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી | Rajkot | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment