Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાહેબ મિટિંગમાં છે:ભાજપ નેતાના નામે ફરતી ફાઇલથી સાવધાન, એક નેતાને ત્યાં કામ કરનારને નડીયાદના ડેપ્યુટી મેયર બનાવી દેવાયા

    8 hours ago

    દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... ભાજપના એક નેતાને ત્યાં કામ કરનારને નડીયાદના ડેપ્યુટી મેયર બનાવી દેવાયા નડીયાદમાં ડેપ્યુટી મેયર બનેલા કલ્પેશ રાવલ ભાજપના એક મોટા નેતાની ઓફિસમાં સામાન્ય કામની નોકરી કરી રહ્યા છે. તેઓ આ નેતા સાથે છેલ્લા એક દાયકાથી વધુ સમયથી જોડાયેલા છે. સચિવાલયમાં ચર્ચા છે કે, આ નેતાનુ ઘરકામ,ઓફીસ વર્કની જવાબદારી તેઓએ અત્યાર સુધી બખુબી નિભાવી છે. સામાન્ય પરિવારમાંથી આવતા હોવાથી તેઓ સીધા સરળ છે. તેની વફાદારીના ભાગરુપે નેતાએ તેમને કોર્પોરેશનની ટિકિટ અપાવી હતી. તેઓ જીતી ગયા બાદ ડેપ્યુટી મેયર જેવું મહત્વનુ પદ પણ અપાવી દીધું છે. ચર્ચા છે કે, પદ તો માત્ર નામ પુરતું છે બાકી તેનો બધો વહીવટ મોટા કદના નેતા જ કરવાના છે. ભાજપના આગેવાનો-કાર્યકરોમાં અંદરો અંદર આ સંદર્ભમાં હળવી મજાક મસ્તી ચાલી રહી છે. જેમાં કેટલાક આગેવાનો એવો માર્મિક પ્રશ્ન પણ પૂછે છે કે, શું નેતાજી હવે અગાઉની જેમ કલ્પેશભાઈને ઘરકામ કરવાનો પગાર આપશે કે નહી તે જોવાનું રસપ્રદ બનશે. સચિવાલયમાં એક મહિલા IAS અધિકારીની ચર્ચા કેમ? સચિવાલયમાં છેલ્લા કેટલાક દિવસથી એક મહિલા IAS અધિકારીનું નામ ચર્ચામાં છે. કહેવાય છે કે તેઓ અગાઉ કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે થયેલા કેટલાક નિર્ણયોને લઈને હવે ફરી ફાઇલો ખૂલી છે. સરકારના ઉચ્ચ સ્તરે આ મામલે વિગતો મંગાવવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સત્તાવાર રીતે કોઈએ કંઈ કહ્યું નથી, પરંતુ ઉદ્યોગ ભવન અને સચિવાલયના કોરિડોરમાં આ મુદ્દે કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે માત્ર એક જ નહીં, કેટલાક કલેક્ટરોના કામકાજ પર પણ સરકારની નજર છે. મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ વારંવાર વહીવટી પારદર્શિતા અને જવાબદારીની વાત કરે છે, છતાં કેટલાક જિલ્લાઓમાં હજુ પણ અધિકારીઓની મનમાનીની ફરિયાદો સાંભળવા મળે છે. હવે આ ચર્ચા માત્ર ચર્ચા રહે છે કે પછી કોઈ કાર્યવાહી સુધી પહોંચે છે તેના પર સૌની નજર છે. ભાજપના નેતાના નામે ફરતી ફાઇલથી સાવધાન સાયબર ઠગો હવે રોજ નવી રીતો શોધી રહ્યા છે. તાજેતરમાં ભાજપના એક જાણીતા નેતાના નામે મોબાઇલમાં એક ફાઇલ ફરતી થઈ હોવાનું જાણવા મળ્યું છે. પરિવાર સાથે એક કાર્યક્રમમાં આવવા આમંત્રણ આપતો મેસેજ જોઈને ઘણા લોકોએ ફાઇલ ખોલી નાખી. બાદમાં ખબર પડી કે આ કોઈ સામાન્ય ફાઇલ નહોતી. સાયબર જાણકારો કહે છે કે આવી ફાઇલ ફોનમાં ઇન્સ્ટોલ થતાં જ મોબાઇલની ઘણી માહિતી ઠગોના હાથમાં પહોંચી શકે છે. ભાજપના કાર્યકર્તાઓમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક તો મજાકમાં કહેતા હતા કે "હવે આમંત્રણ આવે તો પહેલા બે વાર વિચારવું પડે." ભાજપમાં વાઇરલ ઓડિયોથી સવાલો વધ્યા ગુજરાત ભાજપમાં છેલ્લા કેટલાક દિવસથી વાઇરલ ઓડિયોની ચર્ચા ચાલી રહી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈને એક ઓડિયો ચર્ચામાં આવ્યો હતો. તેમાં થયેલી વાતચીતને લઈને કાર્યકરો અને નેતાઓ વચ્ચે અનેક સવાલો ઉભા થયા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે પક્ષની અંદરની નારાજગી હવે સોશિયલ મીડિયા સુધી પહોંચી રહી છે. થોડા સમય પહેલા અન્ય કેટલાક નેતાઓના ઓડિયો પણ વાઇરલ થયા હતા. આ ઘટનાઓમાં આશ્ચર્યની વાત એ છે કે જે મુદ્દાની ચર્ચા કાર્યકરોમાં સૌથી વધુ થાય છે તેની જાણ ઘણી વખત સંગઠનના જવાબદાર લોકો સુધી મોડેથી પહોંચે છે. હવે પક્ષ આવા મામલામાં કોઈ પગલું ભરે છે કે નહીં તે જોવાનું રહેશે. શનિવારે સચિવાલયમાં 'ફાઇવ ડે વીક'ની ચર્ચા શનિવારે બપોરે સચિવાલયની મહિલા કેન્ટિન પાસે કેટલાક કર્મચારીઓ વચ્ચે ચાલતી વાતચીતે આસપાસના લોકોનું ધ્યાન ખેંચ્યું. ચર્ચાનો વિષય હતો ફાઇવ ડે વીક. એક કર્મચારીએ હસતાં કહ્યું, "શનિવારે કામ કરવાની ઈચ્છા જ થતી નથી, એના કરતાં પાંચ દિવસ જ કામ રાખો તો બધાની બેટરી ચાર્જ થઈ જાય." તાજેતરમાં ઈંધણ બચત અને વર્ક ફ્રોમ હોમની ચર્ચા વચ્ચે કેટલાક કર્મચારીઓએ પાંચ દિવસીય કાર્યપદ્ધતિનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. કોરોનાકાળમાં ઘરેથી કામનો અનુભવ સફળ રહ્યો હતો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. સરકાર આ મુદ્દે વિચાર કરે કે નહીં એ અલગ વાત છે, પરંતુ કર્મચારીઓ તો ઓફિસ આવે તો પણ શનિવારે કામ કરવા માંગતા નથી તે આ વાતો પરથી સ્પષ્ટ થાય છે. ચોમાસા પહેલા જળસંચયમાં એસ્ટીમેટ નહી ચાલે:CS બુધવારે મળેલી કમિટી ઓફ સેક્રેટરીઝની બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે.દાસે ચોમાસા પહેલાની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ IAS અધિકારીઓને કહ્યું હતું કે, જળસંચયના તમામ કામોને ચોમાસું શરુ થવાના 15 દિવસ પહેલા આ કામો પૂરા કરવાના રહેશે. આ ઉપરાંત તમામ કામોમાં ખર્ચનું એસ્ટીમેટ નહીં ચાલે. ચોમાસું પુરું થયા બાદ એટલે કે જળસંચય થયા બાદ કેટલું ખોદકામ થયું હતું તેનુ મેજરમેન્ટ પછીથી લઈ શકાશે નહીં. અગાઉથી જ મેજરમેન્ટ લેવાનું રહેશે. સીએસને આવી સૂચના આપવાની જરુરીયાત કેમ રહી તે અંગે બ્યુરોક્રેટસમાં ચર્ચા છે કે, દર વર્ષે અનેક જિલ્લાઓમાં જળ સંચય યોજનાના ખોદકામ અને મેજરમેન્ટમાં ભારે ગોટાળા થતા હોય છે. આવો ભ્રષ્ટાચાર અટકાવવા માટે જ સીએસ દ્વારા આગોતરુ આયોજન કરાયું છે.
    Click here to Read More
    Previous Article
    19 ગુનામા સંડોવાયેલો રીઢો ગુનેગાર ઝડપાયો:મોરબીમાં 2 કરોડના દારૂના ગુનામાં ફરાર શખ્સનો ગુનાહિત ઇતિહાસ ખૂલ્યો
    Next Article
    મેરેથોન મેન સંજય સોલંકી, ફિટનેસ અને સંગીતની અનોખી મિશાલ:9 વર્ષમાં 6 ફૂલ અને 20 હાફ મેરેથોન દોડનાર રાજકોટના અદભુત કર્મયોગીની પ્રેરણાદાયી સફર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment