Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    19 ગુનામા સંડોવાયેલો રીઢો ગુનેગાર ઝડપાયો:મોરબીમાં 2 કરોડના દારૂના ગુનામાં ફરાર શખ્સનો ગુનાહિત ઇતિહાસ ખૂલ્યો

    11 घंटे पहले

    રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રએ એક મોટી સફળતા મેળવી છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ ₹2 કરોડના વિદેશી ઇંગ્લીશ દારૂના ગુન્હામાં લાંબા સમયથી નાસતા-ફરતા અને અગાઉ હત્યા તેમજ હત્યાની કોશિશ જેવા ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગારને રાજકોટ રેન્જ આઇજી કચેરીની ટીમે ચોટીલા ખાતેથી દબોચી લીધો છે. ચોટીલાની હોટલ નજીકથી ઝડપાયો આરોપી રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગુન્હાઓ આચરીને નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત મળેલી ચોક્કસ બાતમીના આધારે, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પ્રોહિબિશન કેસના નાસતા-ફરતા આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા (રહે. સતીષા પીરની દરગાહની બાજુમાં, જામનગર) ને ચોટીલામાં આવેલી લાલા રઘુવંશી હોટલની બાજુમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ધરપકડ બાદ આરોપીને સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ: કુલ 19 ગુન્હાઓ દાખલ પકડાયેલો આરોપી હિતેશ ઉર્ફે વાંગો કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ તેનો મોટો ગુનાહિત ઇતિહાસ છે. તેની સામે અત્યાર સુધીમાં કુલ 19 જેટલા ગંભીર ગુન્હાઓ નોંધાઈ ચૂક્યા છે, જેની વિગત નીચે મુજબ છે: વર્ષ 2024 માં પણ હત્યાની કોશિશનો ગુન્હો નોંધાયો હતો પોલીસ રેકોર્ડ મુજબ આરોપી હિતેશ વિરૂધ્ધ વર્ષ 2024 માં જ જામનગર પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશીષ (Attempt to Murder) અંગેનો ગુન્હો નોંધાયેલો છે. આ ઉપરાંત, વર્ષ 2023માં પણ જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એક ગુન્હામાં જામનગર એલ.સી.બી. (LCB) દ્વારા તેને શોધી કાઢવામાં આવ્યો હતો. મુખ્ય કલમો હેઠળ કાર્યવાહી વાંકાનેર તાલુકામાં નોંધાયેલા ₹2 કરોડના દારૂના કેસમાં આરોપી વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ- 65(એ,ઇ), 116(બી), 81, 83, 98(2) મુજબ ગુન્હો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રીઢા ગુનેગારની ધરપકડથી બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    BRTS બસમાં મુસાફરોના ખિસ્સા કાતરૂ ગેંગ ઝડપાઈ:5 રીઢા તસ્કરોની ગેંગ પાસેથી 1.86 લાખની કિંમતના 22 મોબાઈલ ફોન કબ્જે કરાયા
    Next Article
    સાહેબ મિટિંગમાં છે:ભાજપ નેતાના નામે ફરતી ફાઇલથી સાવધાન, એક નેતાને ત્યાં કામ કરનારને નડીયાદના ડેપ્યુટી મેયર બનાવી દેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment