Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BRTS બસમાં મુસાફરોના ખિસ્સા કાતરૂ ગેંગ ઝડપાઈ:5 રીઢા તસ્કરોની ગેંગ પાસેથી 1.86 લાખની કિંમતના 22 મોબાઈલ ફોન કબ્જે કરાયા

    10 घंटे पहले

    સુરતના વરાછા અને કતારગામ વિસ્તારને જોડતા અશ્વિની કુમાર રોડ પર આવેલી પોલીસ ચોકીના સ્ટાફ અને સર્વેલન્સ ટીમને એક મોટી સફળતા સાંપડી છે. ઉત્રાણ બ્રિજ પાસેથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને BRTS બસોમાં સક્રિય એવી પાંચ રીઢા ગુનેગારોની ટોળકીને ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીના 22 જેટલા ચોરીના કિંમતી મોબાઈલ ફોન કબ્જે કર્યા છે, જેની બજાર કિંમત ₹1.86 લાખથી વધુ આંકવામાં આવી રહી છે. આ ટોળકી પકડાતા પોલીસ ચોપડે નોંધાયેલા 5 જેટલા વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ એકસાથે ઉકેલાઈ ગયો છે. BRTS બસો અને ભીડભાડવાળા સ્થળોને બનાવતા હતા નિશાન પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ટોળકી મુખ્યત્વે સુરત શહેરની જીવાદોરી સમાન ગણાતી BRTS બસો અને અન્ય ભીડભાડવાળા જાહેર સ્થળો પર ઓપરેટ કરતી હતી. સવાર અને સાંજના સમયે જ્યારે નોકરીયાત વર્ગ અને સામાન્ય નાગરિકો બસોમાં મોટી સંખ્યામાં મુસાફરી કરતા હોય છે, ત્યારે આ ટોળકી બસ સ્ટેન્ડ અથવા ચાલુ બસમાં ભીડનો લાભ ઉઠાવી ઘૂસી જતી હતી. મુસાફરોનું ધ્યાન ભટકાવી, તેમની નજર ચૂકવીને ખૂબ જ સાવધાની પૂર્વક ખિસ્સા કે બેગમાંથી મોબાઈલ સેરવી લેવામાં આ પાંચેય આરોપીઓ પાવરધા હતા. ખાનગી રાહે વોચ ગોઠવીને ઝડપી પાડ્યા અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનના પી.આઈ. અને તેમની સર્વેલન્સ ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ચોરીના મોબાઈલ ફોનનો મોટો જથ્થો લઈને કેટલાક શંકાસ્પદ ઈસમો ઉત્રાણ બ્રિજ તરફથી પસાર થવાના છે. બાતમીના આધારે પોલીસે તુરંત જ ઉત્રાણ બ્રિજ પાસે વોચ ગોઠવી દીધી હતી. બાતમી મુજબના પાંચ શંકાસ્પદ યુવકો ત્યાંથી પસાર થતાં પોલીસે તેમને અટકાવીને પૂછપરછ શરૂ કરી હતી. આરોપીઓની તલાશી લેતા તેમની પાસેથી અલગ-અલગ બ્રાન્ડના 22 મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેના બિલ કે માલિકી અંગે તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. મુખ્ય સૂત્રધાર 'અજય' સામે અગાઉ 15 ગુના નોંધાયેલા છે પોલીસ દ્વારા પકડાયેલા પાંચેય આરોપીઓની કડક પૂછપરછ અને ક્રાઈમ રેકોર્ડની ચકાસણી કરતા માલૂમ પડ્યું છે કે આ તમામ રીઢા ગુનેગારો છે. ખાસ કરીને પકડાયેલા આરોપીઓ પૈકી અજય નામનો શખ્સ રીઢો ખિસ્સાકાતરૂ અને તસ્કર છે. અજય સામે ભૂતકાળમાં સુરત શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ચોરી, લૂંટ અને ખિસ્સાકાતરી જેવા 15 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તેણે નવી ટોળકી બનાવીને ગુનાખોરીનો માર્ગ ચાલુ રાખ્યો હતો. 5 ગુનાનો ભેદ ઉકેલાયો, તપાસ ચાલુ ડીસીપી આલોકકુમારે આ સફળતા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, "BRTS રૂટ પર થતી મોબાઈલ ચોરીઓ અટકાવવા અને જનતાને જાગૃત કરવા માટે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન દ્વારા ડી-સ્ટાફની ખાસ ટીમો બનાવવામાં આવી હતી. હીરાબાગ સર્કલ, વલ્લભાચાર્ય રોડ અને BRTS બસોમાં ખાનગી ડ્રેસમાં પોલીસ જવાનો ગોઠવવામાં આવ્યા હતા, જેના પરિણામે આ પાંચેય આરોપીઓ રંગેહાથ ઝડપાયા છે." ઉકેલાયેલા ગુના: પકડાયેલી ટોળકી પાસેથી 5 ઓફેન્સ ડિટેક્ટ થયા છે, જેમાં 4 અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનમાં અને 1 સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. આગામી તપાસ: હાલ પોલીસ અન્ય મોબાઈલના IMEI નંબર ટ્રેસ કરીને તેના મૂળ માલિકોની ભાળ મેળવી રહી છે. તેમજ વરાછા, કાપોદ્રા, કતારગામ અને ચોકબજાર જેવા વિસ્તારોમાં આ ટોળકીએ આચરેલી અન્ય ચોરીઓ અંગે રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ કરવામાં આવશે. DCP આલોકકુમારની જનતાને અપીલ "જ્યારે પણ તમે BRTS રૂટ પર મુસાફરી કરો અથવા બસમાં બેસો, ત્યારે પોતાની કિંમતી વસ્તુઓ અને મોબાઈલ ફોન સાવધાનીથી રાખો. તમારી આજુબાજુ અને આગળ-પાછળ કોણ ઊભું છે તેનું ખાસ ધ્યાન રાખો જેથી આવા ખિસ્સાકાતરૂઓથી બચી શકાય."
    Click here to Read More
    Previous Article
    12 સિંહોનાં મોતની વાત PM સુધી પહોંચી:વરસાદની આશંકા વચ્ચે IPL ફાઇનલનો મહાજંગ, જમવામાં કીડી નીકળતા મિત્રની ઘાતકી હત્યા; આવતીકાલથી વસતી ગણતરી
    Next Article
    19 ગુનામા સંડોવાયેલો રીઢો ગુનેગાર ઝડપાયો:મોરબીમાં 2 કરોડના દારૂના ગુનામાં ફરાર શખ્સનો ગુનાહિત ઇતિહાસ ખૂલ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment