Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેરેથોન મેન સંજય સોલંકી, ફિટનેસ અને સંગીતની અનોખી મિશાલ:9 વર્ષમાં 6 ફૂલ અને 20 હાફ મેરેથોન દોડનાર રાજકોટના અદભુત કર્મયોગીની પ્રેરણાદાયી સફર

    8 घंटे पहले

    ગુજરાત રાજ્યમાં એક તરફ મેદસ્વિતા મુક્ત અભિયાન ચાલી રહ્યું છે ત્યારે રાજકોટમાં બેમિશાલ દોડવીર સામે આવ્યા છે. શહેરના પથિકાશ્રમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા 45 વર્ષના સંજયભાઈ સોલંકીએ 9 વર્ષમાં 6 મેરેથોન અને 20 હાફ મેરેથોન પૂર્ણ કરી છે. દૈનિક 10 કિલોમીટરના રનિંગ થકી ખુદને ‘અલ્ટ્રા ફિટ’ રાખતા આ અનોખા કર્મયોગી છે. સંજયભાઈ 31 વર્ષની વયે દોડવાનું શરૂ કર્યું હતું વર્ષ 1981 માં જન્મેલા સંજય સોલંકીએ 31 વર્ષની વયે દોડવાનું શરૂ કર્યું. અત્યાર સુધીમાં તે 6 જેટલી ફુલ મેરેથોન (42.195 કિ.મી.), 20 થી વધુ હાફ મેરેથોન (21.0975કિ.મી.) ઉપરાંત ફૂલ મેરેથોન જેટલા કિલોમીટરની અલ્ટ્રા રન સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યા છે. તેઓ ફિટનેસની ‘મેરેથોન મિસાલ’ સમાન છે. 2016માં રાજકોટમાં પ્રથમ હાફ મેરેથોનમાં ભાગ લીધો હતો સંજયભાઈએ જણાવ્યું હતું કે, ફિટનેસ માટે કંઈક કરવું જોઇએ એવું સતત થતું રહેતું. રનિંગ વધારે ગમતું એટલે વર્ષ 2012માં દોડવાનું શરૂ કર્યું. શરૂઆતમાં 400 મીટર સુધી દોડી શકાતું. પછી ધીમે ધીમે અભ્યાસ વધારતો ગયો. વર્ષના અંતે 9 કિ.મી. સુધી પહોંચવું એવો ટાર્ગેટ નક્કી કર્યો હતો અને એ હાંસલ કર્યો. પછી હાફ મેરેથોન દોડવાનો લક્ષ્ય રાખ્યો અને વર્ષ 2016માં રાજકોટમાં પ્રથમ હાફ મેરેથોન દોડ્યો હતો. અત્યાર સુધીમાં 6 ફુલ મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરી પોતાની સફળતાઓ વિશે વાત કરતા તેમણે ઉત્સાહ સાથે કહ્યું કે, વર્ષ 2017માં રાજકોટમાં પ્રથમ ફુલ મેરેથોન દોડ્યો. એ સમયે 37 વર્ષની વય હતી. એ પછી વિવિધ દોડની સ્પર્ધાઓમાં ભાગ લેતો રહ્યો. અત્યાર સુધીમાં 6 ફુલ મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. જેમાં વર્ષ 2017માં રાજકોટ મેરેથોન, વર્ષ 2024માં અદાણી અમદાવાદ મેરેથોન, વર્ષ 2025માં અદાણી અમદાવાદ મેરેથોન, વર્ષ 2025માં ટાટા મુંબઈ મેરેથોન તથા વર્ષ 2026માં ટાટા મુંબઈ મેરેથોન સહિતનો સમાવેશ થાય છે. માથેરાન હિલમાં યોજાનારી હાફ મેરેથોનની તૈયારીમાં દોડમાં પોતાના જ બેસ્ટ રેકોર્ડ અંગે સંજયભાઈ કહે છે કે,વર્ષ નવેમ્બર-2025માં અદાણી અમદાવાદ મેરેથોન 4 કલાક 47 મિનિટમાં પૂર્ણ કરીને મારા જ અગાઉના રેકોર્ડ મેં તોડ્યા હતા. જ્યારે 5 વર્ષ અગાઉ વડોદરામાં હાફ મેરેથોન 1 કલાક 57 મિનિટ જેટલા સમયમાં પૂર્ણ કરી હતી.તેઓ અત્યાર સુધીમાં 20થી વધુ હાફ મેરેથોન દેશના વિવિધ શહેરોમાં દોડી ચૂક્યા છે. હાલમાં તેઓ માથેરાન હિલ પર યોજાવા જઈ રહેલી હાફ મેરેથોન માટેની તૈયારી કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ઊંચાઈ પર દોડવું વધુ મુશ્કેલ હોય છે. ત્યાં હવા પાતળી હોય છે. સામાન્ય રીતે આ ઊંચાઈ પર હાફ મેરેથોન દોડવામાં પણ ફુલ મેરેથોન જેટલો જ શ્રમ પડતો હોય છે. 'એક્સરસાઈઝ સાથે ડાયેટ અને રેસ્ટ જરૂરી' તેઓ દૈનિક સવારે એકાદ કલાકમાં 10 કિ.મી. જેટલું દોડે છે અને રવિવારે રજાના દિવસે એકસ્ટ્રા રન કરે છે. દોડ અંગે સલાહ આપતા કહે છે કે, રનિંગ એક્સરસાઈઝમાં દરરોજ એક જ રીતે દોડવાનું નથી હોતું. વિવિધ પેટર્ન જેમ કે, હાર્ટ રેટ, ઈન્ટરવલ, ટેમ્પો એ રીતે પ્લાન મુજબ દોડવાનું હોય છે. એક્સરસાઈઝ સાથે ડાયેટ અને રેસ્ટ પણ એટલાં જ જરૂરી છે.તેઓ કહે છે કે, દોડવાથી મારા જીવનમાં ગજબની શિસ્ત આવી ગઈ છે. વહેલા જાગવાથી બધાં કામો સમયસર થઈ શકે છે. ફિઝિકલ એક્ટિવિટીથી હાર્ટ, લંગ્સ સાથે આખું શરીર મજબુત અને તંદુરસ્ત બની જાય છે. 'જંકફુડ તો ખાસ ટાળવું જોઈએ' સંજયભાઈ સોલંકી પોતે સર્કિટ હાઉસની ફરજમાં જોડાયા એ અગાઉ મ્યુઝિક ટીચર હતા. તેઓ તબલાં વિશારદ છે અને અમદાવાદથી ગિટાર વગાડવાનું પણ શીખ્યા છે. ફુરસતના સમયમાં રાતે તેઓ ગિટારની મધૂર ધૂનો છેડતાં સંગીતના આનંદમાં ડૂબી જાય છે.તેઓ કહે છે કે, સંગીતથી મન એકદમ આનંદિત થઈ જાય છે.કામનો થાક અને સ્ટ્રેસ દૂર થઈ જાય છે. જેના કારણે હું મારી ફરજ વધુ સારી રીતે,પ્રફુલ્લિત મનથી બજાવું છું. વિવિધ પરિસ્થિતિ વચ્ચે પણ સંગીત મનને સંતુલિત રાખે છે અને કાર્ય માટે નવી ઊર્જા આપી જાય છે. ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંગે તેઓ કહે છે કે, રોજ સવારે કંઈને કંઈ ઓછામાં ઓછી 30 મિનિટ વ્યાયામ કે શારીરિક પ્રવૃત્તિઓ કરવી જ જોઈએ. આ એક્ટિવિટી ખુલ્લા આકાશ નીચે મેદાનમાં કરવી જોઈએ. તેનાથી ઓક્સિજન શરીરમાં વધુ જાય. ટોક્સિસ તત્ત્વો બહાર નીકળી જાય. આ સાથે જંકફુડ તો ખાસ ટાળવું જોઈએ. તેનાથી મેદસ્વિતામુક્ત રહેવાશે.
    Click here to Read More
    Previous Article
    સાહેબ મિટિંગમાં છે:ભાજપ નેતાના નામે ફરતી ફાઇલથી સાવધાન, એક નેતાને ત્યાં કામ કરનારને નડીયાદના ડેપ્યુટી મેયર બનાવી દેવાયા
    Next Article
    South Gujarat Weather News | દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો | Rain | Pre Monsoon | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment