Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજભા ગઢવીનું નામ સાંભળતાં જ મોઢવાડિયાએ માઈક કાઢી નાખ્યું:જસાધારમાં મીડિયાને સવાલનો જવાબ આપવાનું ટાળ્યું, લોકસાહિત્યકારને માલધારીની મંજૂરી મળતાં અન્ય માલધારીઓનો વિરોધ

    9 घंटे पहले

    અમરેલી જિલ્લાના ધારી ગીરમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવીને નેસમાં માલધારી તરીકે મંજૂરી મળતા વિવાદ સર્જાયો છે. આ મુદ્દે અન્ય માલધારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, જ્યારે વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ મીડિયાના સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું. 2023માં પિતાની અરજી નામંજૂર, રાજભાની 2026માં મંજૂર ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળ આવતી પાણીયા રેન્જમાં લીલીપાણી નેસમાં રાજભા ગઢવીના પિતાના નામે વર્ષ 2023માં માલધારી તરીકેની અરજી કરવામાં આવી હતી. જોકે, વન વિભાગ દ્વારા તે અરજી નામંજૂર કરવામાં આવી હતી, કારણ કે તેમના પિતાને સરકારે જમીન સાંથણી માટે આપી હતી અને રેવન્યુમાં મિલકત ન હોવી જોઈએ તેવી શરત હતી. થોડા દિવસો પહેલા, ગત 22મી તારીખે રાજભા ગઢવીએ ફરી અરજી કરતા તેમને માલધારી તરીકે મંજૂરી મળી હતી. આ મંજૂરી મળતા જ અન્ય માલધારીઓમાં વિરોધનો વંટોળ ઉભો થયો હતો. માલધારીઓએ ગાંધીનગર પહોંચી રજૂઆતો કરી કેટલાક માલધારીઓ ગાંધીનગર પહોંચી રજૂઆતો કરી હતી અને મીડિયા સમક્ષ આવીને જણાવ્યું હતું કે, "અમને પણ મંજૂરી આપો, રાજભા જેટલા જ અમારી પાસે પુરાવા છે. વન વિભાગ અમને જવાબ આપતું નથી." આવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલે વન વિભાગના ડીસીએફ સહિતના અધિકારીઓ દ્વારા કોઈ પ્રતિક્રિયા કે જવાબ આપવાનું ટાળવામાં આવ્યું હતું. મીડિયા સામે વનમંત્રીએ મૌન ધારણ કરી લીધું રાજ્ય સરકારના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ગીરપૂર્વની મુલાકાતે પહોંચ્યા હતા. મીડિયા દ્વારા રાજભા ગઢવીને મળેલી મંજૂરી અને માલધારીઓના વિરોધ અંગે સવાલ પૂછવામાં આવતા, વનમંત્રીએ મૌન ધારણ કરી મીડિયાને જવાબ આપવાનું ટાળી ચાલતી પકડી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નકારાત્મક અભિપ્રાય છતાં સેલિબ્રિટીના લીધે લીલીઝંડી સ્થાનિક રેન્જ અધિકારી દ્વારા નકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યો હોવા છતાં, ડીસીએફ દ્વારા રાજભા ગઢવીને માલધારી તરીકે મંજૂરી આપવામાં આવી હતી. સિનિયર અધિકારી દ્વારા 'સેલિબ્રિટી'ના કારણે કેટલાક કારણોસર લીલીઝંડી આપવામાં આવતા સ્થાનિક ગીર પૂર્વ ડિવિઝન વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ રોષનો માહોલ છવાયો હતો. જોકે, સિનિયર અધિકારી હોવાને કારણે સ્થાનિક અધિકારી-કર્મચારીઓ લાચાર બન્યા હતા. ગીરમાં માલધારી તરીકેની આ મંજૂરીને કારણે વિવાદ વધુ વકરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:લિંબાયત સહિતના વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી, મર્સિડિઝને ટક્કર મારી ઉદ્યોગપતિ પરિવારની હત્યાનો પ્રયાસ
    Next Article
    પૂરઝડપે આવતી કારે વૃદ્ધાને કચડ્યા:આજવા રોડ પર કારની ટક્કરે વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત, અકસ્માત બાદ ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment