Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂરઝડપે આવતી કારે વૃદ્ધાને કચડ્યા:આજવા રોડ પર કારની ટક્કરે વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત, અકસ્માત બાદ ચાલક ફરાર

    8 घंटे पहले

    શહેરના આજવા રોડ પર વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બેફામ સ્પીડે આવી રહેલી ફોર વ્હીલર કારના ચાલકે ચાલતા જઈ રહેલા એક વૃદ્ધાને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અકસ્માત સર્જીને કાર ચાલક ગાડી સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આજવા રોડ પર આવેલી નવી વસાહત ખાતે રહેતા દીલીપભાઈ ભાલીયા (ઉં.વ. 47, ધંધો-ડ્રાઈવીંગ) એ આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આજે સવારના સમયે તેમના માતા શારદાબેન ભાલીયા (ઉં.વ. આશરે 65) આજવા રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. કારચાલકે શારદાબેનને જોરદાર ટક્કર મારી તે દરમિયાન ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે એક સફેદ કલરની ફોર વ્હીલર કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવીને શારદાબેનને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે શારદાબેન રોડ પર પટકાયા હતા અને તેમને માથા તેમજ પગના ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક માનવતા નેવે મૂકીને પોતાની ગાડી સાથે ત્યાંથી નાસી છૂટ્યો હતો. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર આ સમગ્ર અકસ્માત અંગે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોધવામાં આવી છે. આ બનાવને લઈ અકસ્માત સર્જી ફરાર થનાર આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં વૃદ્ધાનું પોસ્ટમોર્ટમ કરી મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજભા ગઢવીનું નામ સાંભળતાં જ મોઢવાડિયાએ માઈક કાઢી નાખ્યું:જસાધારમાં મીડિયાને સવાલનો જવાબ આપવાનું ટાળ્યું, લોકસાહિત્યકારને માલધારીની મંજૂરી મળતાં અન્ય માલધારીઓનો વિરોધ
    Next Article
    રાજકોટના બેમિશાલ દોડવીર:45 વર્ષના યુવાને 6 મેરેથોન, 20 હાફ મેરેથોન પૂર્ણ કરી, દૈનિક 10 કિમીના રનિંગ થકી ખુદને ‘અલ્ટ્રા ફિટ’ રાખતા કર્મયોગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment