Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ હેડ ક્વાર્ટર્સમાં વ્યસનમુક્તિ અને આરોગ્ય સેમિનાર:પોલીસ અધિકારી-કર્મચારીઓને સ્વાસ્થ્ય જાગૃતિ અને વ્યસનમુક્તિનું માર્ગદર્શન અપાયું

    9 hours ago

    ભાવનગર પોલીસ હેડ ક્વાર્ટર્સ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે આજે 31મેના રોજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર રીઝર્વ પોલીસ ઇન્સપેક્ટર પી.એસ.સોલંકી અને HCG હોસ્પિટલના ડો. મૌલિક પાન્સુરીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના 201 પોલીસ કર્મીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તમાકુ અને ધૂમ્રપાનના દૂષણો સામે જાગૃતિ લાવવા સેમિનાર આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ પરિવારો અને કર્મચારીઓમાં આરોગ્યની સુખાકારી વધારવી તથા તમાકુ અને ધૂમ્રપાનના દૂષણો સામે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન HCG હોસ્પિટલના ડો. મૌલિક પાન્સુરીયા અને અન્ય તબીબોએ તમાકુના સેવનથી થતી ગંભીર અસરો, કેન્સરના પ્રારંભિક લક્ષણો તેમજ વ્યસનમુક્તિ માટે ઉપલબ્ધ આધુનિક સારવાર અને કાઉન્સિલિંગ સેવાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે જ ઉપસ્થિતોને જાગૃતિ ફેલાવતી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. 'તમાકુ મુક્ત જીવન' જીવવાનો મક્કમ સંકલ્પ સેમિનારના અંતમાં પોલીસ કર્મચારીઓએ પોતાના સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો પૂછીને ડોક્ટર્સ પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું. HCG હોસ્પિટલ અને ભાવનગર પોલીસ વિભાગના આ સંયુક્ત પ્રયાસથી સમાજમાં એક સકારાત્મક સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કાર્યક્રમના સમાપને તમામ ઉપસ્થિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ કાયમ માટે 'તમાકુ મુક્ત જીવન' જીવવાનો મક્કમ સંકલ્પ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    12 સિંહોના મોતનો મામલો દિલ્હી પહોંચ્યો:મોદી સ્ટેડિયમમાં કીડિયારું ઉભરાયું, મેચમાં વરસાદની શક્યતા, મરણપ્રસંગમાથી પરત ફરતા મોત આંબી ગયું
    Next Article
    વરના કારે જોરદાર ટક્કર મારતા મર્સિડિઝના કુરચેકુરચા નીકળ્યા:200 મીટર ઢસડી રેલિંગ તોડી,ઉદ્યોગપતિ પરિવારની હત્યાનો પ્રયાસ;સુરતમાં દારૂના નશામાં યુવકની કરતૂત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment