Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધો.12ની વિદ્યાર્થિનીને હોટેલમાં લઈ જઈ શરીફ શેખે દુષ્કર્મ આચર્યું:સુરત ગાર્ડનમાં બેઠા બાદમાં 'શાંત જગ્યાએ વાત કરીએ' કહીને લઈ ગયો, બેગમપુરાના શખસની ધરપકડ

    23 hours ago

    સુરતમાં સગીરાઓ સામેના જાતીય અત્યાચારના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સલાબતપુરા વિસ્તારમાં રહેતી ધોરણ 12ની 16 વર્ષીય વિદ્યાર્થિનીને વાતચીતના બહાને હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. આરોપી યુવક સગીરાને શાંત જગ્યાએ વાત કરવાનું કહી મોપેડ પર હોટેલે લઈ ગયો હતો. આ મામલે પીડિતાના પરિવારે અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી શરીફ શેખની ધરપકડ કરી છે. ગાર્ડનમાં થોડીવાર બેઠા બાદ હોટેલ લઈ ગયો 16 વર્ષીય વિદ્યાર્થિનીને બેગમપુરા મોતી ટોકીઝ પાસે રમણ ચેમ્બર્સ ખાતે રહેતા 24 વર્ષીય શરીફ શેખ સાથે પરિચય હતો. ગત ગુરુવારે(24 સપ્ટેમ્બર) સાંજે શરીફે વિદ્યાર્થિનીને મળવા માટે દયાળજી બાગ ખાતે બોલાવી હતી. બંને ત્યાં થોડો સમય બેઠા બાદ શરીફે કહ્યું હતું કે, અહીં ભીડ છે, કોઈ શાંત જગ્યાએ જઈને વાતચીત કરીએ. ત્યારબાદ તે સગીરાને પોતાની મોપેડ પર બેસાડી મોરાભાગળ બોટનિકલ ગાર્ડન પાછળ આવેલી એક હોટેલમાં લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. રાંદેરથી રિક્ષામાં બેસાડી રવાના કરી દીધી દુષ્કર્મ આચર્યા બાદ આરોપી શરીફ સગીરાને મોપેડ પર રાંદેર રામનગર નજીક લઈ આવ્યો હતો અને ત્યાંથી તેને રિક્ષામાં બેસાડી ઘરે જવા કહી આરોપી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે સગીરા માનસિક આઘાતમાં સરી પડી હતી અને ઘરે પહોંચવામાં મોડું થયું હતું. દીકરીને ગભરાયેલી હાલતમાં જોઈ પરિવારજનોને શંકા ગઈ હતી. પરિવાર સમક્ષ આપવીતી વર્ણવતા ફરિયાદ નોંધાઈ મોડી રાત્રે ઘરે પહોંચેલી વિદ્યાર્થિનીની હાલત જોઈ માતા-પિતાએ પ્રેમપૂર્વક પૂછપરછ કરતા તે રડી પડી હતી અને સમગ્ર આપવીતી પરિવાર સમક્ષ વર્ણવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પરિવારે તાત્કાલિક અઠવાલાઇન્સ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોલીસે સગીરાના પરિજનની ફરિયાદના આધારે શરીફ શેખ વિરુદ્ધ પોક્સો સહિત દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત રેલવે સ્ટેશન પરથી ગાંજા સાથે ઓડિશાનો શખસ ઝડપાયો:મોડસ ઓપરેન્ડી જોઈને અધિકારીઓ દંગ રહી ગયા, ગાંજાની ગંધ છુપાવવા સમયાંતરે એરફ્રેશનર-અત્તર છાંટતો
    Next Article
    Kriti Sanon Asks People To Imagine Women's Everyday Fears In Daughter's Day Post

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment