Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત રેલવે સ્ટેશન પરથી ગાંજા સાથે ઓડિશાનો શખસ ઝડપાયો:મોડસ ઓપરેન્ડી જોઈને અધિકારીઓ દંગ રહી ગયા, ગાંજાની ગંધ છુપાવવા સમયાંતરે એરફ્રેશનર-અત્તર છાંટતો

    23 hours ago

    સુરત રેલવે સ્ટેશન પરથી રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને RPFની સંયુક્ત ટીમે પ્લેટફોર્મ નંબર 1 પર ફિલ્મી ઢબે વોચ ગોઠવીને ઓડિશાના એક પેડલરને 3.895 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપીની મોડસ ઓપરેન્ડી જોઈને તપાસ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. ટ્રેનમાં મુસાફરી દરમિયાન સાથી મુસાફરો કે પોલીસને ગાંજાની ગંધ ન આવે તે માટે તે સમયાંતરે અત્તર અને રૂમ એરફ્રેશનરનો સ્પ્રે કરતો હતો. સ્પીડ પાર્સલ ઓફિસ પાસે શંકાસ્પદ હિલચાલ દેખાઈ વહેલી સવારે 5:20 વાગ્યે NDPS ડેડિકેટેડ ટીમ, સુરત રેલવે પોલીસ અને RPF સુરતના જવાનો સ્ટેશન પરિસરમાં સઘન ચેકિંગમાં હતા. ત્યારે પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી સ્પીડ પાર્સલ ઓફિસ પાસેના લોખંડના દરવાજામાંથી એક શંકાસ્પદ યુવક પીઠ પર બેકપેક લટકાવીને બહાર નીકળતો જણાયો હતો. ફરજ પર હાજર એએસઆઈ દિનેશજી પરથીજી સોલંકી તથા તેની ટીમે શંકાના આધારે કોર્ડન કરીને તેને પકડી પાડ્યો હતો. બેગની તલાશી લેતાં અંદર પ્લાસ્ટિકના પેકિંગમાં સંતાડેલો 3.895 કિલોગ્રામ વજનનો ગાંજો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ₹1,94,750 અંદાજવામાં આવી છે. 2.02 લાખનો મુદ્દામાલ જપ્ત, સુરતમાં ડિલિવરી નેટવર્કની તપાસ પકડાયેલા આરોપીની પૂછપરછમાં તેનું નામ કિસ્મત ખીરા કેતકી (ઉં.વ. 32, ધંધો-ખેતમજૂરી, રહે. કંધબહાલ, જિ. બાલનગીર, ઓડિશા) હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની પાસેથી ₹1,94,750ની કિંમતનો ગાંજો, ₹2,400 રોકડા, એક મોબાઈલ ફોન, આધારકાર્ડ તેમજ ગંધ છુપાવવા માટે વપરાયેલ અત્તર અને એરફ્રેશનરની બોટલ સહિત કુલ ₹2,02,150 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરત રેલવે પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી, આ કન્સાઈન્મેન્ટ ઓડિશાથી કોણે મોકલ્યું હતું અને સુરતમાં કોને પહોંચાડવાનું હતું તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં કપાસના પાકમાં સુકારાની સમસ્યાથી ખેડૂતોમાં ચિંતા:તૈયાર થયેલા છોડ ઉભા સુકાઈ જતાં મોટું નુકસાન થવાની ભીતિ, ખેડૂતોની નુકસાન સર્વે અને સહાયની માંગ
    Next Article
    ધો.12ની વિદ્યાર્થિનીને હોટેલમાં લઈ જઈ શરીફ શેખે દુષ્કર્મ આચર્યું:સુરત ગાર્ડનમાં બેઠા બાદમાં 'શાંત જગ્યાએ વાત કરીએ' કહીને લઈ ગયો, બેગમપુરાના શખસની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment