Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંતલપુરમાં ચૂંટણીની અદાવતમાં પિતા-પુત્ર પર હુમલો:બે શખ્સો સામે ફરિયાદ, પુત્રને માથામાં લોખંડની ટામી મરાઈ

    9 hours ago

    પાટણ જિલ્લાના સાંતલપુરમાં ચૂંટણીમાં વોટ ન આપવાની જૂની અદાવત રાખી પિતા-પુત્ર પર હુમલો કરવામાં આવ્યો છે. આ મામલે બે શખ્સો વિરુદ્ધ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં પુત્રને માથામાં ગંભીર ઈજા પહોંચી છે. ફરિયાદ મુજબ, સાંતલપુરના દિપકસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ ગજુભા વર્ધાજી જાડેજા અને શક્તિસિંહ પ્રવિણસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. ગત 29 મે, 2026ના રોજ સાંજે દિપકસિંહના પિતા ઘનશ્યામસિંહને આરોપી ગજુભા વર્ધાજી જાડેજાએ રસ્તામાં રોકી ગાળો ભાંડી હતી. ગજુભાએ 'તમે ચૂંટણીમાં મારા ભત્રીજા શક્તિસિંહને વોટ કેમ આપેલ નથી' તેમ કહી ઘનશ્યામસિંહને ધોકાથી માર મારવાનું શરૂ કર્યું હતું. ઝઘડો જોઈને પુત્ર દિપકસિંહ પિતાને બચાવવા વચ્ચે પડ્યા હતા. આ સમયે ગજુભાએ પોતાના ભત્રીજા શક્તિસિંહને ફોન કરીને બોલાવ્યો હતો. શક્તિસિંહ જાડેજા લોખંડની ટામી લઈને ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. બંને આરોપીઓએ દિપકસિંહને પકડી રાખી તેમના માથાના ભાગે લોખંડની ટામી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ આરોપીઓએ 'જો હાથમાં આવીશ તો જાનથી મારી નાખીશું' તેવી ધમકી પણ આપી હતી. ઈજાગ્રસ્ત દિપકસિંહને તાત્કાલિક સાંતલપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલ રીફર કરાયા હતા, જ્યાં તબીબોએ તેમના માથામાં ત્રણ ટાંકા લીધા હતા. આ સમગ્ર મામલે સાંતલપુર પોલીસે બી.એન.એસ.ની કલમ 118(1), 115(2), 296(b), 351(3), 54 અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસની કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર નકુલકુમાર જગદિશભાઇ પંચાલને સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પુત્રીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું:મોરબી મનપાના દંડક જયેશ દેસાઈએ પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપ્યો
    Next Article
    19 ગુનામા સંડોવાયેલો રીઢો ગુનેગાર ઝડપાયો:મોરબીમાં રૂ.2 કરોડના દારૂના ગુનામાં ફરાર શખ્સનો ગુનાહિત ઇતિહાસ ખૂલ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment