Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુત્રીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું:મોરબી મનપાના દંડક જયેશ દેસાઈએ પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપ્યો

    8 घंटे पहले

    મોરબીમાં પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી હતી. મોરબી મહાનગરપાલિકાના દંડક જયેશભાઈ દેસાઈએ તેમની પુત્રી ડૉ. કૃતિબેન દેસાઈના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ સુખદેવભાઈ દલવાડી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વૈભવી ઉજવણી ટાળીને પર્યાવરણ જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો હતો. જયેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, દીકરીના જન્મદિવસ જેવા પારિવારિક પ્રસંગને પર્યાવરણની સુરક્ષા સાથે જોડીને સમાજને સકારાત્મક સંદેશ આપવાનો હેતુ હતો. ઉપસ્થિત મહાનુભાવો અને દેસાઈ પરિવારે સાથે મળીને છોડ રોપ્યા હતા અને તેમને વટવૃક્ષ બનાવવાનો સંકલ્પ લીધો હતો. મેયર ઉત્તમભાઈ સુરાણીએ ડૉ. કૃતિબેનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને જયેશભાઈ દેસાઈના આ પર્યાવરણલક્ષી કાર્યને બિરદાવ્યું હતું. આ પ્રેરણાદાયી કાર્યક્રમથી પ્રભાવિત થઈને ઉપસ્થિત નાગરિકોએ પણ પોતાના ઘરના આંગણે કે જાહેર સ્થળોએ વૃક્ષો વાવવાની પ્રેરણા લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    મોદીના સુરત આગમન પૂર્વે હાઈલેવલ બેઠક:પીએમ મોદીના સુરત પ્રવાસને લઈ વહીવટી તંત્ર એલર્ટ, પાટીલ અને હર્ષ સંઘવીએ બેઠક યોજી કાર્યક્રમની સમીક્ષા કરી
    Next Article
    સાંતલપુરમાં ચૂંટણીની અદાવતમાં પિતા-પુત્ર પર હુમલો:બે શખ્સો સામે ફરિયાદ, પુત્રને માથામાં લોખંડની ટામી મરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment