Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    19 ગુનામા સંડોવાયેલો રીઢો ગુનેગાર ઝડપાયો:મોરબીમાં રૂ.2 કરોડના દારૂના ગુનામાં ફરાર શખ્સનો ગુનાહિત ઇતિહાસ ખૂલ્યો

    10 घंटे पहले

    મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ રૂ.2 કરોડના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતો-ફરતો અને અગાઉ ખુન, ખુનની કોશીષ, મારામારી, પ્રોહીબીશન જેવા કુલ 19 ગુન્હાઓમાં સંડોવાઈ ચૂકેલા રીઢા ગુનેગારને રાજકોટ રેન્જ આઇજી કચેરી દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓના તેમજ અન્ય જિલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ નાસતા-ફરતા રહેલ આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા સુચના આપવામાં આવેલી છે ત્યારે બાતમીના હકિકત મુજબ મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં પ્રોહીબિશનની કલમ- 65(એ,ઇ), 116(બી), 81, 83, 98(2) મુજબના કામે નાસતા-ફરતા આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા (રહે. સતીષા પીરની દરગાહની બાજુમાં, જામનગર) ને ચોટીલામાં લાલા રઘુવંશી હોટલની બાજુમાંથી પકડી સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો છે. આરોપી હિતેશ વિરૂધ્ધ અગાઉ 19 ગુન્હા નોંધાઈ ચૂક્યા છે. જેમાં હત્યાના 2, હત્યાની કોશિશના 2, ધાડ પાડવાની તૈયારીનો 1, મારામારીના 6, જાહેરનામા ભંગનો 1, બગાડના 2, ઈંગ્લીશ દારૂ કબ્જાના 4 અને કેફી પ્રવાહી પીધેલાનો 1 કેસ નોંધાયો છે. આરોપી વિરૂધ્ધમા વર્ષ 2024 માં જામનગર પંચ એ ડિવિઝનમાં ખુનની કોશીષ અંગેનો ગૂનો નોંધાયેલો છે. આ ઉપરાંત વર્ષ 2023 માં જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી. ધ્વારા શોધી કાઢવામા આવેલ છે.
    Click here to Read More
    Previous Article
    સાંતલપુરમાં ચૂંટણીની અદાવતમાં પિતા-પુત્ર પર હુમલો:બે શખ્સો સામે ફરિયાદ, પુત્રને માથામાં લોખંડની ટામી મરાઈ
    Next Article
    બોલો... પરમિશન વગર જ રોડ તોડી નાંખતા વિવાદ:5 કરોડના ખર્ચે થયેલ રોડ પરવાનગી વગર મદ્રાસ ભવનના સંચાલકોએ ખોદી નાખ્યો, સ્થાનિકોની કાર્યવાહીની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment