Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીથી ડાયાલિસિસ માટે મોટા શહેરોમાં નહીં જવું પડે:સિમ્પોલો ફાઉન્ડેશનનું ડાયાલિસિસ સેન્ટર શરૂ, રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયાએ મયુર હોસ્પિટલ ખાતે ઉદ્ઘાટન કર્યું

    8 hours ago

    મોરબીની મયુર હોસ્પિટલ ખાતે સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા નવું ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયાના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સેન્ટરમાં 6 અદ્યતન ડાયાલિસિસ મશીન મૂકવામાં આવ્યા છે, જેનાથી મોરબી અને આસપાસના લોકોને સારવારમાં ખૂબ જ ફાયદો થશે. ઉદ્ઘાટન સમારોહમાં સિમ્પોલો ગ્રુપના સ્થાપક ઠાકરશી અઘારા, સિમ્પોલો ગ્રુપના જીતેન્દ્ર અઘારા, બી.ટી. સવાણી હોસ્પિટલમાંથી જયંતિભાઈ, ડો. જયંતિ ભાડેસીયા, સવજી પટેલ, કરશન આદ્રોજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયાએ સિમ્પોલો પરિવારને લોકોના આરોગ્ય માટે શરૂ કરાયેલા આ ડાયાલિસિસ સેન્ટર બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સિમ્પોલો પરિવારની આરોગ્ય અને શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં આર્થિક સહયોગ આપવાની સેવાકીય ભાવનાને પણ બિરદાવી હતી. સવાણી કિડની હોસ્પિટલનો સહયોગ આ ડાયાલિસિસ સેન્ટર માટે મશીનરીનો સંપૂર્ણ ખર્ચ અને લાંબા ગાળાનો મેડિકલ ઇક્વિપમેન્ટ સપોર્ટ સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા પૂરો પાડવામાં આવ્યો છે. છેલ્લા 24 વર્ષથી કિડનીની સારવારના ક્ષેત્રમાં કાર્યરત બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના સહયોગથી આ સેવા મોરબીમાં શરૂ કરવામાં આવી છે. આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય જાતિ કે સમુદાયના ભેદભાવ વિના સમાજના તમામ વર્ગના દર્દીઓને વ્યાજબી દરે ઉચ્ચ ગુણવત્તાની સારવાર પૂરી પાડવાનો છે. ભૂતકાળમાં મોરબી અને આસપાસના વિસ્તારોના દર્દીઓને ડાયાલિસિસ માટે મોટા શહેરોમાં લાંબા અંતરની મુસાફરી કરવી પડતી હતી, જેનાથી તેમને આર્થિક બોજ અને શારીરિક તણાવ થતો હતો. શીતલ મંજુ પટેલ હોસ્પિટલને 5 કરોડનું અનુદાન સિમ્પોલો ગ્રુપના સીએમડી જિતેન્દ્ર અઘારાએ જણાવ્યું હતું કે મોરબી વિસ્તારમાં દર્દીઓને નિયમિત ડાયાલિસિસ મેળવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ સેન્ટર શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. સિમ્પોલો ફાઉન્ડેશન સમાજ પર લાંબા ગાળાનો સકારાત્મક પ્રભાવ પાડી શકે તેવા હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત, સિમ્પોલો દ્વારા સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રાજકોટ ખાતે નવી બની રહેલી શીતલ મંજુ પટેલ હોસ્પિટલમાં પણ 5 કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    અભિષેક બેનર્જી પછી કલ્યાણ બેનર્જી પર હુમલો:લોકોએ ચોર-ચોરની નારેબાજી કરી; TMC સાંસદે કહ્યું, CM પોતાના વિરોધીઓને ખતમ કરવા ઇચ્છે છે, BJP પર આરોપ
    Next Article
    સુદામડામાં ગેરકાયદેસર ખનન ઝડપાયું, ₹1.85 કરોડનો મુદ્દામાલ જપ્ત:સાયલા પોલીસે બ્લેક પથ્થરની ખાણ પર દરોડો પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment