Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભિષેક બેનર્જી પછી કલ્યાણ બેનર્જી પર હુમલો:લોકોએ ચોર-ચોરની નારેબાજી કરી; TMC સાંસદે કહ્યું, CM પોતાના વિરોધીઓને ખતમ કરવા ઇચ્છે છે, BJP પર આરોપ

    9 hours ago

    TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે પોલીસ સ્ટેશનની બહાર BJP સમર્થકોએ તેમના પર હુમલો કર્યો અને તેમને ઘાયલ કર્યા. બેનર્જી હુગલીમાં વિધાનસભા ચૂંટણીઓ પછી પાર્ટી કાર્યકરોની ધરપકડ વિરુદ્ધ આવેદનપત્ર સુપરત કરવા માટે ચંડીતલા પોલીસ સ્ટેશન ગયા હતા. જ્યાં ભીડે તેમને ઘેરી લીધા. આ સમગ્ર ઘટનાક્રમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કલ્યાણ બેનર્જી પહેલા પોલીસ સ્ટેશનની બહાર સૂત્રોચ્ચાર કરતા દેખાયા. બાદમાં તેઓ માથું પકડીને જમીન પર સૂઈ ગયા જોવા મળ્યા. થોડીવાર પછી તેઓ આ હુમલાના વિરોધમાં પોલીસ સ્ટેશનની બહાર જ બેસી ગયા. જોકે BJPએ કલ્યાણના આરોપોને ફગાવ્યા છે, અને કહ્યું કે તેઓ ડ્રામા કરી રહ્યા છે. તેમને કોઈ ઈજા થઈ નથી, પરંતુ તેઓ ગઈકાલના ઈંડાવાળા વિવાદથી લોકોનું ધ્યાન હટાવવા માંગે છે. કલ્યાણ બેનર્જીની તસવીરો… કલ્યાણને આવતા જોઈને ભીડ ચોર-ચોર બૂમો પાડવા લાગી ચંડીતલા પોલીસ સ્ટેશનની બહાર તણાવનો માહોલ હતો. લોકોની ભીડ પહેલેથી જ હાજર હતી. જ્યારે હુગલીના શ્રીરામપુરથી સાંસદ કલ્યાણ બેનર્જી ત્યાં પહોંચ્યા, ત્યારે તેમને કાળા ઝંડા બતાવવામાં આવ્યા. ભીડે તેમના પર અને TMCના બાકીના નેતાઓને ચોર કહ્યા હતા. કલ્યાણે પોલીસની નિષ્ક્રિયતાનો આરોપ લગાવતા પોલીસ સ્ટેશનની બહાર જ ધરણા કર્યા. તેમણે મીડિયાને કહ્યું, “આ બધું પોલીસની હાજરીમાં થયું. મારા માથામાં ઈજા થઈ છે અને લોહી વહી રહ્યું છે.” કલ્યાણજી બોલ્યા- બંગાળમાં કાયદો અને વ્યવસ્થા ખતમ TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ જણાવ્યું, 'હું ચંડીતલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને આવેદનપત્ર આપવા માટે કારથી જઈ રહ્યો હતો. બજારમાં ટ્રાફિક જામ હતો. આ કારણે હું મારા PSO સાથે ચંડીતલા ક્રોસિંગ પર પગપાળા જઈ રહ્યો હતો. આ જગ્યા પોલીસ સ્ટેશનથી 50 કિલોમીટર દૂર છે. અહીં ભગવા કપડાં પહેરેલા 10-15 BJPના ગુંડાઓ હતા, જેમણે અચાનક નારા લગાવવાનું શરૂ કરી દીધું. તેઓ મને ગાળો આપી રહ્યા હતા, પણ હું આગળ વધી રહ્યો હતો, ત્યારે મારી તરફ પથ્થર ફેંકવામાં આવ્યો. મારા કપડાં પર લોહી લાગી ગયું. હું રસ્તા પર પડી ગયો. મને એક CRPF જવાન દ્વારા બચાવવામાં આવ્યો. બંગાળ પોલીસ આ બધું મૂકપ્રેક્ષક બનીને જોતી રહી અને આ બધું થવા દીધું. પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે અને સ્થિતિ ખૂબ જ ગંભીર છે.' TMC બોલી- 24 કલાકની અંદર 2 નેતાઓ પર હુમલા અરાજકતા છે TMC એ કલ્યાણ બેનર્જીની તસવીર શેર કરતા X પર લખ્યું- લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે, સંપૂર્ણ અરાજકતા છે. આ ગુંડાઓને પોલીસ સ્ટેશનની બહાર એકઠા થવાની પરવાનગી કેવી રીતે આપવામાં આવી? પોલીસની હાજરીમાં પથ્થરમારો કેવી રીતે થઈ શકે? ચૂંટણીના પરિણામો જાહેર થયાને 26 દિવસ વીતી ગયા છે, છતાં ચૂંટણી પછી થતી હિંસા સતત ચાલુ છે. ગઈકાલે અભિષેક બેનર્જી પર પણ હુમલો થયો હતો પશ્ચિમ બંગાળમાં ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી પર શનિવારે દક્ષિણ સોનારપુરમાં હુમલો થયો હતો, જ્યાં તેઓ ચૂંટણી પછીની હિંસાના પીડિત કાર્યકરોને મળવા ગયા હતા. ભીડે અભિષેક પર હુમલો કર્યો અને ઇંડા પણ ફેંક્યા. ઝપાઝપી દરમિયાન અભિષેકનો શર્ટ પણ ફાડી નાખવામાં આવ્યો. ભીડના હુમલાથી બચવા માટે અભિષેક બેનર્જી હેલ્મેટ પહેરીને નીકળ્યા. આ મામલે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જૂનમાં 11 દિવસ બેંકોમાં કામ નહીં થાય:4 રવિવાર અને 2 શનિવાર ઉપરાંત અલગ-અલગ જગ્યાએ 5 દિવસ બેંકો બંધ રહેશે
    Next Article
    મોરબીથી ડાયાલિસિસ માટે મોટા શહેરોમાં નહીં જવું પડે:સિમ્પોલો ફાઉન્ડેશનનું ડાયાલિસિસ સેન્ટર શરૂ, રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયાએ મયુર હોસ્પિટલ ખાતે ઉદ્ઘાટન કર્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment