Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાનું બેગ કાપી ₹1.85 લાખના દાગીના-રોકડની ચોરી:શહેરના આઝાદ ચોક બજારમાં બની ઘટના, વાસણની ખરીદી બાદ પૈસા આપવા જતા પાકીટ ગુમ હતું

    6 hours ago

    મહેસાણા તાલુકાના લાખવડ ગામે ઉમિયાનગર સોસાયટીમાં રહેતા અને ઘરકામ કરતા 38 વર્ષીય સ્મિતાબેન સચિનભાઈ પટેલ 20 ઓગસ્ટના રોજ પોતાના સાસુ ચંદ્રીકાબેન સાથે ખરીદી કરવા માટે બજારમાં આવ્યા હતા. આ સમયે લાખવડથી રિક્ષામાં બેસી સાંજે પોણા પાંચ વાગ્યાના સુમારે આઝાદ ચોક ખાતે ઉતર્યાં બાદ ચોક નજીક સુદર્શન વાસણ ભંડારમાં ખરીદી માટે ગયા હતા. બેગસમાં તપાસ કરતા પાકીટ ગાયબ હતું વાસણ ખરીદ્યા બાદ પૈસા ચૂકવવા સ્મિતાબેને કાપડની બેગ તપાસતા અંદરથી પાકીટ ગાયબ હતું. તપાસ કરતા કાપડની બેગ સાઈડના ભાગેથી કાપેલી અથવા તોડેલી હાલતમાં મળી આવી હતી. દુકાન અને આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં પાકીટ ન મળતાં તહેવાર પૂર્ણ કરી પરત ફરેલા સ્મિતાબેને મહેસાણા શહેર એ ડીવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 1.85 લાખની મત્તાની ચોરી કરી તસ્કર ફરાર અજાણ્યા ચોરે કાપડની બેગ કાપીને ₹ 1.20 લાખની કિંમતની 10 ગ્રામ સોનાની ચેન, ₹ 60 હજારની કિંમતની 5 ગ્રામની સોનાની બે બુટ્ટી અને ₹ 5 હજારની રોકડ રકમ મળી કુલ ₹ 1.85 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આંગણેથી બજારમાં ખરીદી કરવા આવેલી મહિલાનું પાકીટ સેરવી લેનાર અજાણ્યા તસ્કર વિરુદ્ધ એ ડીવિઝન પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિવર્સિટી ઈન્ફોર્મેશન સેન્ટરના અધ્યક્ષના ઘરમાંથી ચોરી:શાહીબાગના એપાર્ટમેન્ટમાં ઘરના દરવાજો ખુલ્લો ને સામાન વેરવિખેર, 83 હજારના સોનાના દાગીના લઈને રફૂચક્કર
    Next Article
    IAS Divya Mittal Resignation: वापस आईएएस अफसर बन सकती हैं दिव्या मित्तल? | UP News | IAS | CM Yogi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment