Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ હાઈવે પર કન્ટેનરની ટક્કરે બે શ્રમિકોનાં મોત:બાઇક પર દાદરા નગર હવેલીથી લિફ્ટના કામે સુરત જતી વખતે કાળનો કોળિયો બન્યા; ચાલક ફરાર

    1 week ago

    વલસાડ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર રવિવારે વહેલી સવારે અંદાજે 6.30 થી 7 વાગ્યાના અરસામાં એક પૂરપાટ ઝડપે આવી રહેલા કન્ટેનરે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતાં સુરત લિફ્ટના કામકાજ માટે જઈ રહેલા બે શ્રમિક યુવકોના કરુણ મોત નિપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માત બાદ કન્ટેનર ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેની સામે વલસાડ સિટી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રોજીરોટી કમાવવા સુરત તરફ નીકળેલા બે આશાસ્પદ યુવકો કાળનો કોળિયો બન્યા દાદરા અને નગર હવેલી ખાતે રહીને શ્રમકાર્ય કરતા બે પરપ્રાંતીય યુવકો રવિવારે વહેલી સવારે પોતાની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (નંબર DD-01-D-6272) પર સવાર થઈને સુરત લિફ્ટના કામકાજ માટે જઈ રહ્યા હતા. આ મૃતકોમાં ઉત્તરપ્રદેશના વતની 33 વર્ષીય મોહમદ તુફેલ મોહમદ હારૂન અંન્સારી અને બિહારના વતની 21 વર્ષીય ગૌતમ યોગેશ ખુશવાહનો સમાવેશ થાય છે. વહેલી સવારના શાંત માહોલમાં આ બંને મિત્રો સુરત જવા નીકળ્યા હતા, પરંતુ વલસાડ હાઈવે તેમનો આખરી સફર સાબિત થયો હતો. ધરમપુર ઓવરબ્રિજ ઉતરતા જ પાછળથી કાળ બનીને આવેલા કન્ટેનરે કચડ્યા આ હૃદયકંપાવનારી ઘટના તે સમયે બની જ્યારે તેમની બાઇક ધરમપુર ચોકડી ઓવરબ્રિજ ઉતરીને મુંબઈથી સુરત તરફ જતા હાઈવેના મુખ્ય ટ્રેક પર પહોંચી હતી. બરાબર એ જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલા એક સફેદ રંગના અશોક લેલન્ડ કન્ટેનર (નંબર NL-01-AH-5294) ના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવી બાઇકને પાછળથી પ્રચંડ ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને યુવાનો હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા, જેના કારણે તેમને માથા અને શરીરના અન્ય ભાગોમાં જીવલેણ ઈજાઓ થઈ હતી. એકનું ઘટનાસ્થળે અને અન્ય શ્રમિકનું હોસ્પિટલના બિછાને કરુણ મોત અકસ્માતના જોરદાર અવાજને પગલે સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકો તુરંત જ શ્રમિકોની વહારે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. 108 ના તબીબી સ્ટાફે ઘટનાસ્થળે તપાસ કરતાં 33 વર્ષીય મોહમદ તુફેલને તુરંત જ મૃત જાહેર કર્યો હતો. જ્યારે ગંભીર રીતે લોહીલુહાણ થયેલા 21 વર્ષીય ગૌતમ ખુશવાહને તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ ફરજ પરના તબીબોએ તેને પણ મૃત જાહેર કરતાં હોસ્પિટલ પરિસરમાં ગમગીની છવાઈ ગઈ હતી. પરિવારમાં આક્રંદ: પોલીસે ફરાર ચાલક સામે ગુનો નોંધી તપાસ તેજ કરી આ ગમખ્વાર અકસ્માતની સત્તાવાર જાણ થતાં જ બંને મૃતક યુવકોના આક્રંદ કરતા પરિવારજનો વલસાડ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસે બંને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા છે. આ સમગ્ર મામલે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ફરાર કન્ટેનર ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 281, 125(એ), 125(બી), 106(1) તેમજ મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાઈવે પર અકસ્માત સર્જીને નાસી છૂટેલા ચાલકને દબોચી લેવા માટે પોલીસે કાયદેસરની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    કેરળમાં વૃદ્ધોની સંભાળ માટે જાપાની મોડેલ અપનાવવાની તૈયારી:ઇમારતો વ્હીલચેર અનુકૂળ બનશે, ‘સ્કિલ બેંક’ દ્વારા યુવાનોને જોડશે
    Next Article
    BMW કારચાલકે પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર મારી:દીવાળીપુરા કોર્ટ વિસ્તારમાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત, કારના પાછળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment