Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેરળમાં વૃદ્ધોની સંભાળ માટે જાપાની મોડેલ અપનાવવાની તૈયારી:ઇમારતો વ્હીલચેર અનુકૂળ બનશે, ‘સ્કિલ બેંક’ દ્વારા યુવાનોને જોડશે

    1 week ago

    દેશમાં સૌથી ઝડપથી વૃદ્ધ થતી વસ્તી ધરાવતા રાજ્યોમાં સામેલ કેરળમાં હવે આ પડકારનો સામનો કરવા માટે જાપાનનું મોડેલ અપનાવવાની તૈયારી કરી લીધી છે. નવી રાજ્ય સરકારે વરિષ્ઠ નાગરિકો માટે દેશનો પ્રથમ સમર્પિત વિભાગ અને વરિષ્ઠ નાગરિક આયોગ બનાવવાની ઘોષણા કરી છે. ‘ભારતમાં વૃદ્ધો’ રિપોર્ટ 2021 અનુસાર કેરળમાં 2011માં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોનો હિસ્સો 12.5% હતો, જે હવે 16.5% થી 18.7% સુધી પહોંચી ગયો છે. 2031 સુધીમાં વૃદ્ધોની સંખ્યા કુલ વસ્તીના 20.9% સુધી પહોંચવાની શક્યતા છે; જ્યારે ભારતનો આ આંકડો 13.1% હશે. એટલું જ નહીં, 2051 સુધીમાં રાજ્યની એક તૃતીયાંશ વસ્તી વૃદ્ધ થવાનો અંદાજ છે. પહેલેથી યોજનાઓ ચાલી રહી છે. કેરળમાં મહિલાઓ વધુ જીવે છે. તેથી, વૃદ્ધ મહિલાઓ એકલી રહી જાય છે. આ છે જાપાની મોડેલ રાજ્યમાં પડકારો? યુવાનોના વિદેશમાં સ્થાયી થવાથી અને અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવાથી વૃદ્ધોની એકલતા વધી છે. વૃદ્ધોમાં ડિપ્રેશન, ડિમેન્શિયા અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સતત વધી રહી છે. મોટી તૈયારી: કેરળમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થશે ઘરે સંભાળ રાખવા માટે પ્રશિક્ષિત કેરગિવર્સની વ્યવસ્થા કરવામાં આવશે. આરોગ્ય, સામાજિક ન્યાય અને સ્થાનિક સંસ્થાઓ વચ્ચે સંકલન સુધારવામાં આવશે, જેથી વૃદ્ધોને ભટકવું ન પડે. લો-ફ્લોર બસો ચલાવવામાં આવશે. વૃદ્ધો માટે સુરક્ષિત પગપાળા માર્ગો તૈયાર કરવામાં આવશે. ઇમારતો પણ વ્હીલચેર અનુકૂળ બનાવવામાં આવશે. નિવૃત્ત શિક્ષકો, ઇજનેરો અને વ્યાવસાયિકોની ‘સ્કિલ બેંક’ બનાવીને તેમને સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પની દીકરી માટે એર ડિફેન્સ સિસ્ટમ-બુલેટપ્રૂફ કાફલો:જેસલમેરમાં ટિફનીનું રજવાડી સ્વાગત, ઘૂમર ડાન્સ અને શણગારેલા ઊંટો; પતિ સાથે 2 લાખ ભાડાના વિલામાં રોકાઈ
    Next Article
    વલસાડ હાઈવે પર કન્ટેનરની ટક્કરે બે શ્રમિકોનાં મોત:બાઇક પર દાદરા નગર હવેલીથી લિફ્ટના કામે સુરત જતી વખતે કાળનો કોળિયો બન્યા; ચાલક ફરાર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment