Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BMW કારચાલકે પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર મારી:દીવાળીપુરા કોર્ટ વિસ્તારમાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત, કારના પાછળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો

    1 week ago

    વડોદરા શહેરના દીવાળીપુરા કોર્ટ વિસ્તાર પાસે ગત મોડી રાત્રે એક BMW કારચાલકે રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની કે ગંભીર ઇજા નોંધાઈ નથી. ઘટનાની જાણ થતા અકોટા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. BMW કારની પાર્ક કાર સાથે ધડાકાભેર ટક્કર શહેરની દીવાળીપુરા કોર્ટ નજીક મોડી રાત્રે પૂરઝડપે પસાર થઈ રહેલી BMW કારના ચાલકે અચાનક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી.ટક્કરની એટલી જોરદાર હતી કે, પાર્ક કરેલી કારને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું.અકસ્માતનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારના પાછળના ભાગનો કચ્ચરઘાણ નીકળ્યો અકસ્માતને પગલે થોડા સમય માટે વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં અકોટા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પ્રાથમિક તપાસમાં ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે.જોકે બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું.અકસ્માત કયા કારણોસર સર્જાયો અને કારચાલકની બેદરકારી હતી કે અન્ય કોઈ કારણ જવાબદાર હતું તે અંગે અકોટા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.પોલીસ દ્વારા ઘટનાસ્થળના પુરાવા એકત્ર કરી સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી છે.તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માત અંગેની હકીકતો વધુ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ હાઈવે પર કન્ટેનરની ટક્કરે બે શ્રમિકોનાં મોત:બાઇક પર દાદરા નગર હવેલીથી લિફ્ટના કામે સુરત જતી વખતે કાળનો કોળિયો બન્યા; ચાલક ફરાર
    Next Article
    "Coffee" Water, Tunnels As Wide As Pizza, Toxic Air: Inside Perilous Cave Op

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment