Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં મેડિકલ ઇમરજન્સીમાં ફ્રી ટિફિન સેવા મળશે:પાટીલનું લોકસભા કાર્યાલય શુદ્ધ અને પૌષ્ટિક ભોજન પૂરું પાડશે, નવસારીના કાર્યકરો માટે મહત્વનો નિર્ણય

    8 hours ago

    નવસારીના સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા સી.આર. પાટીલે નવસારી જિલ્લાના ભાજપ કાર્યકરો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તબીબી કટોકટીના સમયે સુરત આવતા કાર્યકરો અને તેમના પરિવારજનોને હવે સાંસદની ઓફિસ તરફથી મફત ભોજન સેવા પૂરી પાડવામાં આવશે. આ જાહેરાત તાજેતરમાં યોજાયેલા સફાઈ કર્મચારી સન્માન કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી હતી. સાંસદ પાટીલે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાંથી અનેક કાર્યકરો કે તેમના પરિવારજનો ગંભીર બીમારીની સારવાર માટે સુરતની હોસ્પિટલોમાં આવતા હોય છે. આવી પરિસ્થિતિમાં તેમને ભોજન માટે મુશ્કેલી ન પડે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. ઓફિસ તરફથી સીધી ટિફિન સેવા ઉપલબ્ધ થશે યોજના મુજબ, જો નવસારી જિલ્લાનો કોઈ પણ ભાજપ કાર્યકર મેડિકલ ઇમરજન્સીના કારણે સુરત આવશે, તો સી.આર. પાટીલની સુરત સ્થિત નવસારી લોકસભા કાર્યાલય તરફથી તેમને શુદ્ધ અને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે. હોસ્પિટલમાં દર્દીની સેવામાં હાજર રહેતા પરિજનો માટે ઓફિસ તરફથી સીધી ટિફિન સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભાજપ કાર્યકરો અને હોદ્દેદારોએ નિર્ણયને આવકાર્યો સાંસદના આ સંવેદનશીલ નિર્ણયને નવસારી જિલ્લાના તમામ ભાજપ કાર્યકરો અને હોદ્દેદારોએ આવકાર્યો છે. સોશિયલ મીડિયા પર પણ કાર્યકરો પ્રત્યેની આ લાગણી બદલ સાંસદ સી.આર. પાટીલનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. રાજકીય વર્તુળોમાં પણ આ ટિફિન સેવાને સંગઠનના કાર્યકરો પ્રત્યેની ઉચ્ચ સંવેદનશીલતાનું ઉદાહરણ ગણાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કલ્યાણ બેનર્જીનો આરોપ- BJP સમર્થકોએ હુમલો કર્યો:TMC સાંસદ પોલીસ સ્ટેશનની બહાર સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, પછી માથું પકડીને જમીન પર સૂઈ ગયા
    Next Article
    MSU હેડ ઓફિસનો મુખ્ય ગેટ કચ્ચરઘાણ:મોડીરાત્રે મહાકાય વૃક્ષ ધરાશાયી, દિવસ દરમિયાન ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment