Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગર્લફ્રેન્ડના નામે ડ્રગ્સનું નેટવર્ક:વડોદરા ડ્રગ્સ કેસનો રીઢો ગુનેગાર 'લક્કી' સુરતથી ફિલ્મી ઢબે ઝડપાયો, ગર્લફ્રેન્ડ વોન્ટેડ જાહેર; પોલીસથી બચવા મોબાઈલ ન વાપરતો

    10 hours ago

    ગુજરાતમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે પોલીસની ઝુંબેશ અંતર્ગત સુરત ક્રાઈમ બ્રાંચને એક મોટી સફળતા મળી છે. વડોદરાના હાઈપ્રોફાઈલ એમ.ડી. ડ્રગ્સના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા રીઢા ગુનેગાર શુભમ ઉર્ફે લક્કીને સુરતના પોશ વિસ્તાર પીપલોદથી ફિલ્મી ઢબે દબોચી લેવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી કાયદાના સકંજાથી બચવા માટે અત્યંત શાતિર હથકંડા અપનાવી રહ્યો હતો, છતાં ક્રાઈમ બ્રાંચની સચોટ બાતમીના આધારે તે ઝડપાઈ ગયો છે. એટલું જ નહીં આરોપી પોલીસથી બચાવ માટે મોબાઈલ ન વાપરતો હોવાનો ખુલાસો થયો છે. જ્યારે ચોંકાવનારી બાબત સામે આવી છે કે, આરોપી ડ્રગ્સની કમાણીના નાણા એ પોતાની ગર્લફ્રેન્ડના એકાઉન્ટમાં જમા કરાવતો હતો. પીપલોદના પ્રગતિ એપાર્ટમેન્ટ પાસે વોચ ગોઠવી દબોચી લીધો સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને ચોક્કસ કડીઓ અને બાતમી મળી હતી કે, વડોદરાના જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 95 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ (જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂ. 9.50 લાખ)ના કેસમાં સંડોવાયેલો મુખ્ય વોન્ટેડ આરોપી હાલ સુરતના પીપલોદ વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે પીપલોદમાં પ્રગતિ એપાર્ટમેન્ટ નજીક વ્યુહાત્મક વોચ ગોઠવી હતી. આરોપી ત્યાં આવતા જ પોલીસે તેને ઘેરી લઈને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો હતો. 4 અલગ-અલગ નામ ધારણ કરી પોલીસને ચકરાવે ચડાવી પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી અત્યંત શાતિર અને રીઢો ગુનેગાર છે. તેનું મૂળ નામ શુભમ સંજય ચૌબે (ઉંમર વર્ષ 32, રહે.સાઈ હોમ્સ, ડિંડોલી(સુરત), મૂળ રહેવાસી- ઉત્તર પ્રદેશ) છે. જો કે, પોલીસ પકડી ન શકે તે માટે તે સતત પોતાના નામો બદલતો રહેતો હતો. તે ગુનાખોરીની દુનિયામાં શુભમ ઉર્ફે સંદિપ ઉર્ફે આદિત્ય ઉર્ફે 'લક્કી' તરીકે ઓળખાતો હતો. ડ્રગ્સના નાણાં ગર્લફ્રેન્ડના બેંક એકાઉન્ટમાં જમા કરાવતો પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, શુભમ પોતાના અંગત આર્થિક ફાયદા માટે ચીખલીના સલીમ નામના કુખ્યાત ડ્રગ્સ માફિયા પાસેથી એમ.ડી. ડ્રગ્સનો જથ્થો ખરીદતો હતો અને ત્યારબાદ તેનું ગેરકાયદે રીતે છૂટક વેચાણ કરતો હતો.ડ્રગ્સના આ કાળા કારોબારમાંથી મળતા નાણાં સીધા પોતાના ખાતામાં લેવાને બદલે, તે પોતાની ગર્લફ્રેન્ડ મમતા ગુપ્તાના અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં જમા કરાવતો હતો. જેથી પોલીસ ટ્રેક ન કરી શકે. હાલમાં તેની ગર્લફ્રેન્ડ મમતા ગુપ્તા પોલીસ પકડથી દૂર હોઈ,પોલીસે તેને પણ વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે. કાયદાથી બચવા મોબાઈલ વાપરવાનું બંધ કર્યું આરોપી શુભમ ચૌબે એટલો ચાલાક હતો કે પોલીસ તેનું લોકેશન ટ્રેસ ન કરી શકે તે માટે તેણે લાંબા સમયથી મોબાઈલ ફોન વાપરવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું.એટલું જ નહીં, કોઈ એક જગ્યાએ લાંબો સમય રોકાવાને બદલે તે વારંવાર પોતાના રહેણાંકના મકાનો અને આશરાના ઠેકાણા બદલતો રહેતો હતો. આરોપીનો ગુનાહિત ઈતિહાસ સુરત ક્રાઈમ બ્રાંચના જણાવ્યા અનુસાર, પકડાયેલો આરોપી શુભમ ઉર્ફે લક્કી કોઈ નાનો-મોટો ગુનેગાર નથી પરંતુ રીઢો અપરાધી છે. તેની સામે અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ ૫ જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેનો ઈતિહાસ મેળવી પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે. આ પણ વાંચો: કચ્છના દરિયામાંથી 1180 કરોડનું કોકેઈન ઝડપાયું:'યુરોપ' નામના કાર્ગો શીપમાં બ્રાઝીલથી લાવી દિલ્હીમાં ડિલિવરી થવાની હતી, ત્રણ ઝડપાયા 4 દિવસ પહેલા ગુજરાતના દરિયાઈ જળમાર્ગનો વધુ એકવાર ડ્રગ્સ ઘુસાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ ડ્રગ્સ માફિયાઓનો પ્લાન ઉંધો વાળી દીધો હતો. મુંદ્રા તરફ આવી રહેલા 'યુરોપ'નામના કાર્ગોશીપમાં કોકેઈનનો જથ્થો હોવાની બાતમીના આધારે ATS અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરતા શીપ પરથી 118 કિલો કોકેઈન મળી આવ્યું હતું. ATSએ કોકેઈન લાવી રહેલા એક અને દિલ્હીમાં જે ડિલિવરી લેવાના હતા તે બે શખસો મળીને કૂલ 3ને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક શખસ દરિયામાં કૂદી જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.સંપૂર્ણ સમાચાર વાંચો આ પણ વાંચો:1180 કરોડના કોકેઈન કેસમાં NIAની એન્ટ્રી, ઈન્ટરનેશનલ નાર્કો નેટવર્ક અને દેશવ્યાપી સપ્લાય ચેઇનની તપાસ થશે આ પણ વાંચો:સુરતમાં કાળા કલરની સ્કોર્પિયોમાંથી MD ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા, પશુપાલન અને વેપારના ઓથા હેઠળ ચાલતું ડ્રગ્સનું નેટવર્ક
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર વન વિભાગે 15 ટન લાકડા જપ્ત કર્યા:બે આઇશર વાહનમાંથી ₹18.20 લાખનો મુદ્દામાલ ઝડપાયો
    Next Article
    અધિકમાસમાં સંતવાણી:આત્મવિશ્વાસથી જ સફળતા મળે છે, રચાય છે ઇતિહાસ: સાધુ પ્રેમવત્સલદાસજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment