Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અધિકમાસમાં સંતવાણી:આત્મવિશ્વાસથી જ સફળતા મળે છે, રચાય છે ઇતિહાસ: સાધુ પ્રેમવત્સલદાસજી

    10 hours ago

    શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ અધિક પુરુષોત્તમમાસ નિમિત્તે આત્મવિશ્વાસના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આત્મવિશ્વાસ સૌથી મોટું શસ્ત્ર છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ ભારપૂર્વક જણાવ્યું કે જીવનના દરેક ક્ષેત્રમાં વિજય મેળવવા માટે દુનિયાને જીતતા પહેલા પોતાની જાતને જીતવી અનિવાર્ય છે. આત્મવિશ્વાસનો અર્થ એ નથી કે લોકો તમને પસંદ કરશે જ, પરંતુ તેનો અર્થ એ છે કે જો તેઓ પસંદ ન કરે તો પણ તમને કોઈ ફરક પડશે નહીં. તેમણે ઉમેર્યું કે, "જેણે જીત્યો પોતાનો વિશ્વાસ, એણે રચ્યો નવો ઇતિહાસ!" જે વ્યક્તિ આત્મવિશ્વાસ કેળવે છે, તે જ જીવનના જંગ જીતે છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું કે વ્યક્તિએ પોતાની ક્ષમતા પર ક્યારેય શંકા ન કરવી જોઈએ. ભગવાને દરેક વ્યક્તિમાં કંઈક વિશેષ મૂક્યું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ સ્વયં કહે છે કે જે પોતાને જોતો નથી તે અજ્ઞાની છે. તેથી, પોતાના સ્વરૂપને ઓળખવું અત્યંત જરૂરી છે. જ્યારે તમે તમારી જાત પર વિશ્વાસ કરો છો અને તમારી જાતને ઓળખો છો, ત્યારે અડધી સફળતા તો ત્યાં જ પ્રાપ્ત થઈ જાય છે. તેમણે એક પંક્તિ ટાંકી, "મનની હારે હાર છે, મનની જીતે જીત, પોતા પર વિશ્વાસ રાખવો, એ જ સફળતાની રીત." તેમણે સલાહ આપી કે કાર્ય ભલે નાનું હોય કે મોટું, તેને પૂરા આત્મવિશ્વાસથી કરવું જોઈએ. શંકા સાથે કરેલું કામ ક્યારેય શ્રેષ્ઠ પરિણામ આપતું નથી, પરંતુ નિશ્ચય સાથે કરેલું કામ પથ્થરમાંથી પણ પાણી કાઢી શકે છે. આત્મવિશ્વાસ એક દિવસમાં આવતો નથી; તે રોજબરોજની નાની નાની જીત અને સકારાત્મક વિચારથી કેળવાય છે. તેથી, ધીમે ધીમે પણ નક્કર શરૂઆત આજથી જ કરવી પડશે. અંતમાં તેમણે એક સુંદર પંક્તિ રજૂ કરી: "નથી જરૂર બીજાના ટેકાની, જો તારી પાસે તારો વિશ્વાસ છે. આકાશ પણ ઝૂકી જશે નીચે, જો તારામાં કંઈક ખાસ છે."
    Click here to Read More
    Previous Article
    ગર્લફ્રેન્ડના નામે ડ્રગ્સનું નેટવર્ક:વડોદરા ડ્રગ્સ કેસનો રીઢો ગુનેગાર 'લક્કી' સુરતથી ફિલ્મી ઢબે ઝડપાયો, ગર્લફ્રેન્ડ વોન્ટેડ જાહેર; પોલીસથી બચવા મોબાઈલ ન વાપરતો
    Next Article
    ચોટીલા ચામુંડા ડુંગરે ભક્તોનું ઘોડાપુર:અધિક માસની પૂનમે લાખો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment