Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર વન વિભાગે 15 ટન લાકડા જપ્ત કર્યા:બે આઇશર વાહનમાંથી ₹18.20 લાખનો મુદ્દામાલ ઝડપાયો

    8 hours ago

    સુરેન્દ્રનગર વન વિભાગે 28 મે, 2026ના રોજ વઢવાણ રેન્જમાં સઘન પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે લાકડાનું વહન કરતા બે આઇશર વાહનોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં આશરે 15 ટન લાકડા અને કુલ 18.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મે. નાયબ વન સંરક્ષક ડો. તુષાર પટેલ (IFS) અને મદદનીશ વન સંરક્ષક સ્વપ્નીલ પટેલના માર્ગદર્શન હેઠળ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિક્રમસિંહ પરમાર અને વઢવાણ રાઉન્ડના સ્ટાફને બાતમી મળી હતી. બાતમીના આધારે, દુધરેજથી પાટડી તરફ જતી આઇશર નંબર GJ-13-AT-0768 અને મુળચંદ રોડ પરથી પસાર થતી આઇશર નંબર GJ-27-TG-6092ને અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન, વાહન નંબર 1ના ડ્રાઇવર મનોજભાઈ મનસુખભાઈ (રહે. નવા પાવરહાઉસ સામે, મફતિયાપરા, સુરેન્દ્રનગર) અને વાહન નંબર 2ના ડ્રાઇવર જયેશકુમાર રાજાભાઈ (રહે. દાદભાની શેરી, બજાર પોસ્ટ ઓફિસ સામે, વઢવાણ) વગર પરવાનગીએ લીમડા, ખીજડા અને અન્ય પ્રકારના લાકડાનું વહન કરતા ઝડપાયા હતા. આ કાર્યવાહીમાં આશરે 15 ટન લાકડા સાથે કુલ 18.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિક્રમસિંહ પરમાર, રાઉન્ડ ફોરેસ્ટર હસમુખભાઈ હેરમા, વનરક્ષક શક્તિસિંહ ગોહિલ, કુ. ડી. બી. જાદવ અને બી. એચ. સોલંકી સહિતનો સ્ટાફ જોડાયો હતો. આ અંગે વધુ તપાસ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર, વઢવાણ દ્વારા હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    IPL ફાઈનલની 1.5 કલાકમાં 45 હજાર ટિકિટ વેચાઈ:અમદાવાદમાં મોદી સ્ટેડિયમ બહાર બેરિકેડિંગ લગાવાયાં, પ્રતિબંધિત-વૈકલ્પિક રૂટ ને જુઓ મેપ સાથે પાર્કિંગ
    Next Article
    ગર્લફ્રેન્ડના નામે ડ્રગ્સનું નેટવર્ક:વડોદરા ડ્રગ્સ કેસનો રીઢો ગુનેગાર 'લક્કી' સુરતથી ફિલ્મી ઢબે ઝડપાયો, ગર્લફ્રેન્ડ વોન્ટેડ જાહેર; પોલીસથી બચવા મોબાઈલ ન વાપરતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment