Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં મહિલા પોલીસ સ્ટેશન પર મહાકાય વૃક્ષ પડ્યું:મકાનને નુકસાન, સદનસીબે જાનહાનિ ટળી

    8 hours ago

    જામનગરમાં ગત રાત્રિના સમયે એક કુદરતી આપત્તિની ઘટના બની હતી. શહેરની એસ.પી. કચેરીના પરિસરમાં આવેલા મહિલા પોલીસ સ્ટેશન પર એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પોલીસ સ્ટેશનના મકાનને મોટું નુકસાન પહોંચ્યું છે. આ ઘટના ગઈકાલે મોડી રાત્રે બની હતી. જામનગર સ્થિત એસ.પી. કચેરીના કેમ્પસમાં આવેલા મહિલા પોલીસ સ્ટેશનની બહાર ઊભેલું એક વિશાળ વૃક્ષ અચાનક મૂળમાંથી ઉખડીને પોલીસ સ્ટેશનના બિલ્ડિંગ પર પડ્યું હતું. ઘટના સમયે રાત્રિનો સમય હોવાથી અને પોલીસ સ્ટેશનમાં સ્ટાફની અવરજવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. વૃક્ષનું કદ ઘણું મોટું હોવાથી પોલીસ સ્ટેશનની ઇમારતને ભારે નુકસાન થયું છે. પ્રાથમિક દ્રષ્ટિએ બિલ્ડિંગના સ્ટ્રક્ચર તેમજ છતને પણ અસર થઈ હોવાનું જણાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે ભારે જહેમત ઉઠાવીને મહાકાય વૃક્ષને કટર વડે કાપીને દૂર કર્યું હતું અને રસ્તો તથા પરિસરને સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    તારાપુર હાઇવે પર ઝાડીઓમાંથી દારૂ કટીંગનું રેકેટ પકડાયુ:રૂ.5.66 લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રિપુટીની ધરપકડ, ગુપ્ત ખાનામાં જથ્થો છૂપાવ્યો'તો
    Next Article
    ભરૂચ CNG પંપ પર ઓટોરિક્ષામાં આગ:ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment