Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તારાપુર હાઇવે પર ઝાડીઓમાંથી દારૂ કટીંગનું રેકેટ પકડાયુ:રૂ.5.66 લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રિપુટીની ધરપકડ, ગુપ્ત ખાનામાં જથ્થો છૂપાવ્યો'તો

    9 hours ago

    ગાંધીનગરના તારાપુર ગામથી ઉવારસદ તરફ જતા હાઇવે પર રાત્રિના અંધારાનો લાભ લઈ વિદેશી દારૂનું કટીંગ કરી રહેલા ત્રણ શખ્સોને અડાલજ પોલીસે પૂર્વ બાતમીના આધારે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી દારૂ, વાહનો અને મોબાઈલ ફોન મળી કુલ 5.66 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખુલ્લી ઝાડીઓમાં લોડિંગ રિક્ષાઓમાં છુપાવેલો વિદેશી દારૂનું કટીંગ ગાંધીનગરના અડાલજ પોલીસ મથકની હદ વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃતિઓ પર સતત વોચ રાખવા પીઆઇ એસ. જી. દેસાઈની સૂચનાથી સ્ટાફના માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે તારાપુર બ્રિજ નજીક આવેલી ખુલ્લી ઝાડીઓમાં કેટલાક શખ્સો લોડિંગ રિક્ષાઓમાં છુપાવેલો વિદેશી દારૂનું કટીંગ રહ્યા છે. ગુપ્ત ખાનાઓમાંથી 821 બોટલનો જથ્થો મળી આવ્યો આ માહિતીને આધારે પોલીસે અત્રેના વિસ્તારને કોર્ડન કરી આરોપીઓ ભાગે તે પહેલા જ ઘેરાબંધી કરીને ત્રણ ઇસમોને દબોચી લીધા હતા. બાદમાં પોલીસે સ્થળ પરથી બે લોડિંગ રિક્ષા, બે બાઈક અને એક જ્યુપીટર સ્કૂટર કબજે કર્યા હતા. જ્યારે રિક્ષાઓની તલાશી લેવામાં આવી ત્યારે તેના બેઝમાં બનાવેલા ગુપ્ત ખાનાઓમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ, બીયરના ટીન અને ક્વાર્ટર મળી કુલ 821 નંગ જથ્થો મળી આવી હતી. જેની કુલ કિંમત 2,06,227 રૂપિયા થાય છે. રૂ.5.66 લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રિપુટીની ધરપકડ આ મામલે પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી કમલેશભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ (રહે. મેઘાણીનગર, અમદાવાદ) અને પંકજ ગોવિંદભાઈ કશ્યપ (રહે. મેઘાણીનગર, અમદાવાદ) એ કબૂલાત કરી હતી કે તેઓ આ દારૂનો જથ્થો રાજસ્થાનના સાંચોર ખાતેથી લાવ્યા હતા. આ દારૂનો અમુક જથ્થો તેઓ આરોપી ભાર્ગવ પ્રદીપભાઈ રાઠોડ (રહે. નિકોલ, અમદાવાદ) ને આપવા માટે ઉભા હતા તે દરમિયાન જ પોલીસ ત્રાટકી હતી. આ કાર્યવાહીમાં પોલીસે દારૂ ઉપરાંત બે લોડિંગ રિક્ષા, બે બાઈક, એક જ્યુપીટર અને બે મોબાઈલ ફોન મળી કુલ 5,66,227 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી દારૂના નેટવર્કના જડમૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા ડાયાલિસિસ સેન્ટર શરૂ:મયુર હોસ્પિટલ ખાતે 6 અદ્યતન મશીનોથી સારવાર અપાશે
    Next Article
    જામનગરમાં મહિલા પોલીસ સ્ટેશન પર મહાકાય વૃક્ષ પડ્યું:મકાનને નુકસાન, સદનસીબે જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment