Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ CNG પંપ પર ઓટોરિક્ષામાં આગ:ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી

    8 hours ago

    ભરૂચ શહેરના વ્યસ્ત સ્ટેશન રોડ પર આવેલા શાલીમાર કોમ્પલેક્ષ નજીક CNG ગેસ પંપ પર એક ઓટોરિક્ષામાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાથી પંપ પર અફરાતફરી મચી ગઈ હતી. જોકે, ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, એક ઓટોરિક્ષા CNG ગેસ ભરાવવા પંપ પર આવી હતી. ગેસ ભરવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક રિક્ષામાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને થોડી જ વારમાં આગ ભભૂકી ઉઠી. આ જોઈને પંપ પર હાજર કર્મચારીઓ અને વાહનચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ તાત્કાલિક ભરૂચ ફાયર વિભાગને કરાતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ ઝડપી અને સતર્ક કામગીરી કરીને આગને વધુ ફેલાતી અટકાવી. સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતા ગેસ પંપ અને આસપાસના વિસ્તારમાં કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. આગની ઘટનાને પગલે સ્ટેશન રોડ વિસ્તારમાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો. પોલીસે તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહનવ્યવહાર સામાન્ય બનાવ્યો હતો. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. જોકે, આગમાં ઓટોરિક્ષા સંપૂર્ણપણે બળી જતાં તેને ભારે નુકસાન થયું હતું.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં મહિલા પોલીસ સ્ટેશન પર મહાકાય વૃક્ષ પડ્યું:મકાનને નુકસાન, સદનસીબે જાનહાનિ ટળી
    Next Article
    વેરાવળ હોસ્પિટલમાં યુવકે કૂદીને જીવ ગુમાવ્યો:નશાની હાલતમાં વહેલી સવારે સિવિલ હોસ્પિટલના ત્રીજા માળેથી પટકાતાં 19 વર્ષીય કરણ સોલંકીનું સારવારમાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment