Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીની માધાપરવાડી કન્યા શાળાને માધ્યમિક શાળાની મંજૂરી:શિક્ષણ વિભાગના નિર્ણયથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અન્ય ગામે નહીં જવું પડે

    1 सप्ताह पहले

    મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને માધ્યમિક શાળા તરીકે મંજૂરી મળી છે. આ નિર્ણય 29મી તારીખે સાંજે 5 વાગ્યે લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, HDFC બેંકના આર્થિક સહયોગથી શાળામાં બે નવા રૂમ, કમ્પ્યુટર લેબ અને સ્ટેમ લેબ જેવી આધુનિક સુવિધાઓ ઉમેરવામાં આવશે. શાળામાં હાલ 425 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. અગાઉ, ઘણી વિદ્યાર્થીનીઓ નવમા ધોરણમાં પ્રવેશથી વંચિત રહી જતી હતી, જેના કારણે તેમને આગળના શિક્ષણ માટે મુશ્કેલી પડતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે માધાપરવાડી વિસ્તારના ગ્રામજનો અને આગેવાનોએ મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને રજૂઆત કરી હતી. તેમના સંયુક્ત પ્રયાસોના પરિણામે શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે. માધાપરવાડી ઉપરાંત વજેપરવાડી અને પીપળી ગામમાં પણ માધ્યમિક શાળાઓને મંજૂરી મળી છે. આ નિર્ણય બદલ વિદ્યાર્થીઓ, વાલીઓ અને આગેવાનોએ મંત્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા, રીવાબા જાડેજા અને જિલ્લા શિક્ષણાધિકારી કે.એમ. મોતાનો આભાર વ્યક્ત કર્યો છે. HDFC બેંકના આર્થિક યોગદાનથી યુવા અન્સ્ટોપેબલ સંસ્થા દ્વારા પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વ્યાપક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જેમાં બે નવા રૂમ, સ્ટેમ લેબ, પુસ્તકાલય, શિક્ષકો માટે જરૂરી ખુરશી-ટેબલ-કબાટ, જીમ, વૃક્ષારોપણ, સોલાર રૂફ, અભ્યાસક્રમમાં આવતા શૈક્ષણિક ચિત્રો દિવાલ પર દોરવા, 20 કમ્પ્યુટર અને ચાર મોટા જમ્બો એલ.સી.ડી.નો સમાવેશ થાય છે. આ સુવિધાઓ પૈકી, શાળામાં વૃક્ષારોપણનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે, જ્યારે 20 કમ્પ્યુટર અને ચાર એલ.સી.ડી. શાળાને પ્રાપ્ત થઈ ગયા છે. બાકીની સુવિધાઓ પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવાશે.
    Click here to Read More
    Previous Article
    કુંભારવાડા અક્ષરપાર્ક વિસ્તારમાં જુગાર રમતા 8 શખસ ઝડપાયા:બોરતળાવ પોલીસે જુગારનું સાહિત્ય તથા રોકડા રૂ. 16,420 કબ્જે કર્યા
    Next Article
    લિંબાયત, ભેસ્તાન અને ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદ:સુરતમાં અસહ્ય ઉકળાટ વચ્ચે વહેલી સવારથી વાતાવરણ પલટાયું, ગરમીથી રાહત મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment