Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લિંબાયત, ભેસ્તાન અને ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદ:સુરતમાં અસહ્ય ઉકળાટ વચ્ચે વહેલી સવારથી વાતાવરણ પલટાયું, ગરમીથી રાહત મળી

    1 week ago

    છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલી સુરતની જનતા માટે આજના દિવસની શરૂઆત રાહતભરી રહી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર આગાહી વચ્ચે આજે સુરતના વાતાવરણમાં એકાએક મોટો પલટો આવ્યો હતો. વહેલી સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું અને જોતજોતામાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થઈ ગયા હતા. લાંબા સમય બાદ પડેલા આ છૂટાછવાયા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ વિસ્તારોમાં પડ્યો છૂટોછવાયો વરસાદ હવામાનમાં આવેલા અચાનક બદલાવને પગલે સુરતના અલગ-અલગ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. ખાસ કરીને લિંબાયત, ભેસ્તાન, પાંડેસરા, ઉધના અને પર્વતપાટિયા સહિતના ટેક્સટાઈલ અને રહેણાંક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. બીજી તરફ લાંબા સમયથી બફારાથી કંટાળેલા લોકોએ ઘરની બહાર આવીને આ વરસાદી માહોલનો આનંદ માણ્યો હતો. તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો ઘટાડો આ પ્રી-મોન્સૂન વરસાદને કારણે સુરતના તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાય દિવસોથી લૂ અને અસહ્ય ગરમીનો સામનો કરી રહેલા સુરતીઓને આ તાપમાન ઘટતાં મોટી રાહત મળી છે અને સમગ્ર શહેરમાં ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થયું છે. આ સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન બદલાયું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ અચાનક આવેલો પલટો ચોમાસાના સત્તાવાર આગમન પહેલાની પ્રી-મોન્સૂન સિસ્ટમનો ભાગ છે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની અને કેટલાક વિસ્તારોમાં પવન સાથે હળવો વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીની માધાપરવાડી કન્યા શાળાને માધ્યમિક શાળાની મંજૂરી:શિક્ષણ વિભાગના નિર્ણયથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અન્ય ગામે નહીં જવું પડે
    Next Article
    IPL 2026 Final: The Rs 68.75 Crore Battle That Can Decide Royal Challengers Bengaluru vs Gujarat Titans Clash

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment