Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભારવાડા અક્ષરપાર્ક વિસ્તારમાં જુગાર રમતા 8 શખસ ઝડપાયા:બોરતળાવ પોલીસે જુગારનું સાહિત્ય તથા રોકડા રૂ. 16,420 કબ્જે કર્યા

    1 week ago

    ભાવનગરના કુંભારવાડા અક્ષરપાર્ક વિસ્તારમાં ગતરોજ જાહેર જગ્યા પર તીન પત્તીનો જુગાર રમી રહેલા આઠ શખ્સોને બોરતળાવ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળેથી જુગારનું સાહિત્ય અને રોકડા રૂ. 16,420 કબ્જે કર્યા છે. આ મામલે તમામ આરોપીઓ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 8 શખસ જૂગાર રમતા ઝડપાયા બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે તેમને અક્ષરપાર્ક શેરી નં. 15 પાસે જાહેર ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન પૈસા અને પાના વડે તીન પત્તીનો જુગાર રમતા આઠેય શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પકડાયેલા આરોપીઓના નામ પકડાયેલા આરોપીઓમાં મનુસખ દોપુભાઈ ગોહેલ, ભાવિન મેરાભાઈ મકવાણા, મહમદ અબ્બાસભાઈ ફકીર, વલ્લભ જેરામભાઈ ચૌહાણ, કરણ ભરતભાઇ ડાભી, અશોક ભીખાભાઇ વાઘેલા, નરશી મગનભાઈ સોલંકી અને રસિક પરસોત્તમભાઈ મકવાણા (તમામ રહેવાસી. ભાવનગર) નો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ શખ્સો સામે જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, મહીસાગરમાં વૃક્ષો ધરાશાયી:સુરતમાં પણ વરસાદ શરૂ; અમદાવાદ, અરવલ્લી-સાબરકાંઠામાં વાવાઝોડાની અસર; આજે રાજ્યમાં ધોધમારની ચેતવણી
    Next Article
    મોરબીની માધાપરવાડી કન્યા શાળાને માધ્યમિક શાળાની મંજૂરી:શિક્ષણ વિભાગના નિર્ણયથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અન્ય ગામે નહીં જવું પડે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment