Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં મધ્યરાત્રિએ કમોસમી વરસાદ:ગોધરા સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો, ખેડૂતો ચિંતિત

    1 week ago

    પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા સહિત સમગ્ર પંથકમાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. અસહ્ય ઉકળાટ અને ગરમીના માહોલ વચ્ચે મધ્યરાત્રિએ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા. જોતજોતામાં વીજળીના કડાકા-ભડાકા અને જોરદાર પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. મોડી રાત્રે શરૂ થયેલા આ તોફાની વરસાદને કારણે મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ તરફ ગોધરા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. માત્ર ગોધરા શહેર જ નહીં, પરંતુ તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે સાર્વત્રિક કમોસમી વરસાદ નોંધાયો છે. ચોમાસા જેવા માહોલને કારણે ઉનાળુ પાક તેમજ શાકભાજીના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદના આ પ્રકોપને પગલે સ્થાનિક ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીમાં રાત્રે ભારે પવન સાથે કમોસમી વરસાદ:જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ઉકળાટ ઘટ્યો, અનેક સ્થળોએ અંધારપટ
    Next Article
    ઉત્પલ પટેલને દુબઈથી લાવવા રેડ કોર્નર નોટિસ જાહેર થશે:શૂટ સ્પેસ કૌભાંડ ₹300 કરોડે પહોંચવાની આશંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment