Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીમાં રાત્રે ભારે પવન સાથે કમોસમી વરસાદ:જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ઉકળાટ ઘટ્યો, અનેક સ્થળોએ અંધારપટ

    1 सप्ताह पहले

    અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગની આગાહી બાદ થયેલા આ વરસાદથી લાંબા સમયથી ચાલી રહેલા અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી. જોકે, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અંધારપટ છવાઈ ગયો હતો. જિલ્લાના માલપુર, મોડાસા, મેઘરજ, બાયડ, ધનસુરા, ભિલોડા, શામળાજી અને સાઠંબા સહિતના તાલુકાઓમાં મધ્યરાત્રિ દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ આ કમોસમી વરસાદ થયો હતો. છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં ગરમીનો પ્રકોપ વધ્યો હતો, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વરસાદ થતાં ગરમીથી તાત્કાલિક રાહત મળી હતી. ખેડૂતોએ પણ આ વરસાદને આવકાર્યો છે અને ખુશી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ જિલ્લામાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ-રાજકોટ ટ્રેનોમાં 2 વધારાના જનરલ કોચ:જૂનથી ઓગસ્ટ સુધી 11 કોચ ઉપલબ્ધ રહેશે
    Next Article
    પંચમહાલમાં મધ્યરાત્રિએ કમોસમી વરસાદ:ગોધરા સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો, ખેડૂતો ચિંતિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment