Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૃત્યુઆંક 2 પર પહોંચ્યો, 11 લોકો થયા'તા ઈજાગ્રસ્ત:રાજકોટના કાળીપાટ નજીક ​દૂધ ભરેલી મિનિટ્રક પલ્ટી જવાની ઘટનામાં વધુ એક યુવાને સારવાર દરમિયાન દમ તોડ્યો

    2 days ago

    રાજકોટ-ભાવનગર હાઈવે પર કાળીપાટ ગામ પાસે ગત શુક્રવારના રોજ સર્જાયેલા ગંભીર અકસ્માતમાં આજે વધુ એક ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. દૂધ ભરેલી મિની ટ્રક પલ્ટી જવાની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સુરેશ ધીરૂભાઈ ઉધરેજીયા (ઉ.વ.25)નું પાંચ દિવસની ટૂંકી સારવાર બાદ આજે હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માતમાં કુલ 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જે પૈકી આજે એક યુવકનું મોત થતા મૃત્યુ આંક 2 પર પહોંચ્યો છે હાલ આજીડેમ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. 11 લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા રાજકોટ ભાવનગર હાઇ-વે પર કાળીપાટ ગામ નજીક ગત તારીખ 1 મેના રોજ રાજ ખોડલ હોટલ નજીક એક અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં એક મોટર કારને બચાવવા જતા દૂધના કેન અને 7 જેટલા મુસાફર સહિત 12 લોકો સાથે સવાર મીની ટ્રક જીજે.03.બીવાય.5551 નંબરનું માલ વાહક વાહન પલ્ટી મારી જતા ટેમ્પોમાં સવાર ખેતી અને દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા ભીમાભાઈ અમરશીભાઈ મકવાણાને ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું અને 11 લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 5 દિવસની ટૂંકી સારવાર દરમિયાન મોત અકસ્માતને પગલે 108 મારફત તમામ ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર લઈ રહેલા સુરેશ ઉધરેજીયાનું 5 દિવસની ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા આજીડેમ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમા ઈજાગ્રસ્ત જીતેશભાઇ ધીરુભાઈ ચોવસીયા (ઉ.વ.27) તેમના પત્ની અંજલીબેન ચોવસીયા (ઉ.વ.25), પુત્ર અનુસ ચોવાસીયા (ઉ.વ.5), પુત્રી મિતલ ચોવાસીયા (ઉ.વ.8), પુત્ર કાર્તિક ચોવાસીયા (ઉ.વ.5) અને પુત્રી નતાશા ચોવાસીયા (ઉ.વ.7) મૂળ દહીસરા ગામના રહેવાસી છે અને તેઓ સુરતમાં વરાછા વિસ્તારમાં રહે છે. અકસ્માતના દિવસે તેઓ ભાડલા ગામે અંજલીબેન ચોવસીયાના પિયરથી માલવાહક વાહનમાં બેસી રાજકોટ આવવા રવાના થયા હતા અને રાજકોટથી ખાનગી ટ્રાવેલ્સમાં તેઓ સુરત જવાના હતા. જોકે, રસ્તામાં કાળીપાટ ગામ નજીક અકસ્માત સર્જાતા તમામ બાળકો સહીત પરિવારના 6 સભ્યોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રખડતા શ્વાનોનો આતંક:વર્ધમાનનગરમાં રાહદારીઓની પાછળ દોડતા શ્વાનોનો વીડિયો સામે આવ્યો, સ્થાનિકોમાં ભારે ફફડાટનો માહોલ
    Next Article
    દહેજમાં પોલીસકર્મી 60 હજારની લાંચ લેતા ઝડપાયો:અકસ્માત મોતના દસ્તાવેજો માટે લાંચ માંગતા ACBએ રંગેહાથ ઝડપી લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment